For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એકનાથ શિંદેની શિવસેનાએ આઠ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી ટિકિટ અપાઈ

Updated: Mar 28th, 2024

Article Content Image

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને લઈ મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ખળભળાટ જોવા મળી રહ્યો છે. એકતરફ વિપક્ષ મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં હજુ પણ સીટ શેયરિંગ મુદ્દે વાત આગળ વધી નથી, તો બીજીતરફ ભાજપ, શિવસેના (શિંદે જૂથ), એનસીપી (અજિત પવાર જૂથ)ની મહાયુતિ ગઠબંધનમાં બેઠક વહેંચણીનો મુદ્દે સહમતિ થઈ ગઈ છે, જોકે આ અંગે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે, ત્યારે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાએ આજે લોકસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની યાદી (Eknath Shinde Shiv Sena Candidate List) જાહેર કરી છે. પાર્ટીએ કોલ્હાપુરથી સંજય મંડલીક, તો હિંગોલીથી હેમંત પાટિલને ટિકિટ આપી છે.

Article Content Image

ભાજપ રાજ્યની 28 બેકો પર ચૂંટણી લડશે

મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા બેઠકો છે, જેમાં NDAના નેતૃત્વ હેઠળની મહાયુતિ ગઠબંધનમાં BJP 28 બેઠકો પર, શિંવસેના (શિંદે જુથ) 14 બેઠકો પર જ્યારે NCP (અજિત પવાર જૂથ) પાંચ બેઠકો પર ચૂંટણી લડવાની છે. આ ઉપરાંત ગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીને એક બેઠક આપવાનો નિર્ણય કરાયો છે.

શિંદે ગોવિંદાને પણ આપશે ટિકિટ?

બોલિવૂડ અભિનેતા ગોવિંદા પણ લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેમણે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ શિંદેએ તેમને પાર્ટી શિવસેનાના સભ્ય બનાવ્યા હતા. અભિનેતા-નેતાની મુલાકાત બાદ એવી અટકળો વહેતી થઈ છે કે, ગોવિંદા લોકસભા ચૂંટણી લડશે. મળતા અહેવાલો મુજબ શિંદેની પાર્ટી ગોવિંદાને મુંબઈ નોર્થ વેસ્ટ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. જ્યારે આ બેઠક પર ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીએ અમોલ કીર્તિકરને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપ 28, શિંદે 14, અજિત 5 બેઠક પર ચૂંટણી લડશે

શિંદે જૂથની સંભવિત બેઠકોમાં 1. રામટેક, 2. બુલઢાણા, 3. યવતમાલ-વાશિમ, 4. હિંગોલી, 5. કોલ્હાપુર, 6. હટકનંગલે, 7. છત્રપતિ સંભાજીનગર, 8. માવલ,

9. શિરડી, 10. પાલઘર, 11. કલ્યાણ, 12. થાણે, 13. મુંબઈ દક્ષિણ મધ્ય, 14. ઉત્તર પશ્ચિમ મુંબઈ બેઠકનો સમાવેશ થાય છે.

જ્યારે અજિત પવારની એનસીપી 1.રાયગઢ, 2. બારામતી, 3. શિરુર, 4. નાસિક, 5. ધારાશિવ બેઠક પર અને મહાદેવ જાનકરની રાષ્ટ્રીય સમાજ પક્ષ પરભણીથી ચૂંટણી લડી શકે છે.

ભાજપની વાત કરીએ તો પાર્ટી 1. નાગપુર, 2. ભંડારા-ગોંદિયા, 3. ગઢચિરોલી-ચીમુર, 4. ચંદ્રપુર, 5. અકોલા, 6. અમરાવતી, 7. નાંદેડ, 8. લાતુર, 9. સોલાપુર, 10. માધા, 11. સાંગલી, 12. સતારા, 13. નંદુરબાર, 14. જલગાંવ, 15. જાલના, 16. અહમદનગર, 17. બીડ, 18. પુણે, 19. ધુલે, 20. ડીંડોરી, 21. ભિવંડી, 22. ઉત્તર મુંબઈ, 23. ઉત્તર મધ્ય મુંબઈ, 24. ઉત્તર પૂર્વ મુંબઈ, 25. દક્ષિણ મુંબઈ, 26. રત્નાગીરી-સિંધુદુર્ગ, 27. વર્ધા, 28. રાવેર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ભાજપે આ 23 બેઠકો પર નામ ફાઈનલ કરી દીધા છે. જો રાજ ઠાકરે એનએમએસ એનડીએમાં સામેલ થશે તો તેમને દક્ષિણ મુંબઈ અથવા શિરડીમાં એક બેઠક આપવામાં આવી શકે છે.

Gujarat