For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બિહારની સૌથી ચર્ચિત બેઠક પર રોહિણી આચાર્ય સામે લાલુ યાદવ નામના વ્યક્તિએ નોંધાવી ઉમેદવારી

Updated: Apr 27th, 2024

બિહારની સૌથી ચર્ચિત બેઠક પર રોહિણી આચાર્ય સામે લાલુ યાદવ નામના વ્યક્તિએ નોંધાવી ઉમેદવારી

Lok Sabha Elections 2024: લોકસભા 2024ના પ્રથમ તબક્કા (Phase-1)નું મતદાન 19મી એપ્રિલે અને બીજા તબક્કા (Phase-2)નું મતદાન 26 એપ્રિલ (શુક્રવારે) થયું હતું. ત્યારે હવે રાજકીય પક્ષો ત્રીજા તબક્કાના મતદાને લઈને તૈયારીમાં લાગી ગયા છે. બિહાર (Bihar)મા રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ સારણથી બેઠક પરથી રોહિણી આચાર્ય (Rohini Acharya)ને ટિકિટ આપી છે ત્યારે હવે લાલુ યાદવે રોહિણી આચાર્ય સામે ઝંપલાવ્યું છે અને ઉમેદવારી નોંધાવી છે.

લાલુ યાદવે સારણ બેઠક પરથી ઝંપલાવ્યું

લોકસભાની ચૂંટણીમાં બિહારની સૌથી હોટ બેઠક ગણાતી સારણ બેઠક (Saran Seat)આ વખતે નવા કારણોને કારણે ચર્ચામાં આવી છે. આ બેઠક પરથી બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ની દિકરી રોહિણી આચાર્યએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે હવે લાલુ યાદવે આ બેઠક પરથી ઝંપલાવ્યું છે અને નામાંકન દાખલ કર્યું છે. હા, તમે વાંચ્યું તે સાચું છે. 

RJPની ટિકિટ પર ઉમેદવારી નોંધાવી

જોકે, આ લાલુ યાદવ રોહિણીના પિતા નથી પરંતુ આ જ નામની અન્ય વ્યક્તિ છે. જે સારણ લોકસભા મતવિસ્તારના મરહૌરા વિધાનસભા ક્ષેત્રના રહેવાસી છે. તેઓ વર્ષ 2001થી ગામડાના વોર્ડથી લઈને MLA, MLC, MP સુધી ચૂંટણી લડી રહ્યા છે. આટલું જ નહીં તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ બે વખત ઉમેદવારી નોંધાવવાનો પ્રયાસ પણ કર્યો છે. અગાઉની તમામ ચૂંટણીઓમાં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં તેમણે રાષ્ટ્રીય જન સંભવના પાર્ટી (RJP)ની ટિકિટ પર ઉમેદવારી નોંધાવી છે. 

Article Content Image

Gujarat