મહારાષ્ટ્રના રાજકારણમાં નવું નજરાણું ! એક જ ફ્લાઈટમાં ફડણવીસ, ઉદ્ધવ, રાઉત અને આદિત્ય, VIDEO વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra Politics News : મહારાષ્ટ્રના રાજકારણમાં એક રસપ્રદ વીડિયો સામે આવ્યો છે. જ્યાં એકબીજાના કટ્ટર વિરોધી ગણાતા નેતાઓ એક જ પ્લેનમાં સાથે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. મુંબઈથી નાગપુર જતી ફ્લાઈટમાં શિવસેના UBTના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis) સાથે પ્રવાસ કરી રહ્યા હતા.
ફડણવીસની પાછળની સીટમાં રાઉત
આ મુસાફરી દરમિયાન રસપ્રદ વાત એ હતી કે, સંજય રાઉત (Sanjay Raut) મુખ્યમંત્રી ફડણવીસની બરાબર પાછળની સીટ પર બેઠા હતા, જ્યારે આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરેની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા.
નાગપુર જવાનું કારણ
માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરે બાગી સાંસદોના વિસ્તારમાં યોજાનારી પોતાની રેલી માટે નાગપુર જઈ રહ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વીકેન્ડ પર પોતાના વતન નાગપુર જઈ રહ્યા હતા.
સાંસદોનો બળવો અને નવો વિવાદ
લોકસભા સાંસદોના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની સંસદીય તાકાત ઓછી થઈ છે. આ દરમિયાન થોડા દિવસો પહેલા જ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયેલા સંજય દિના પાટીલ પર પત્રકારોને ધમકી આપવા અને પ્રદર્શનકારીઓ પર બોમ્બ ફેંકવા જેવી વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે.
આદિત્ય ઠાકરેનો ભાજપને પડકાર
આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા વિધાયક આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ બાબતે કોઈ પગલાં લે છે કે નહીં. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો તેમણે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડવી જોઈએ.








