For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇડીએ દારૂ કૌભાંડમાં રૂ. 205 કરોડની મિલકતો ટાંચમાં લીધી

Updated: May 5th, 2024

ઇડીએ દારૂ કૌભાંડમાં રૂ. 205 કરોડની મિલકતો ટાંચમાં લીધી

- મની લોન્ડરિંગ કેસમાં એજન્સીની કાર્યવાહી

- નિવૃત્ત આઇએસ અનિલ ટુટેજા, રાયપુર મેયરના ભાઇ અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના પૂર્વ અધિકારીની મિલકતો સામેલ

નવી દિલ્હી : છત્તીસગઢના દારૂ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ સેવાનિવૃત્ત આઇએએસ અધિકારી અનિલ ટુટેજા, રાયપુર મેયરના ભાઇ તર્થા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના પૂર્વ અધિકારી અને સ્પેશિયલ સેક્રેટરી અને અન્ય વ્યકિતઓની ૨૦૫ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ટાંચમાં લેવામાં આવેલ સંપત્તિમાં ટુટેજાની ૧૫.૮૨ કરોડ રૂપિયાની ૧૪ મિલકતો, રાયુર મેયર અને કોંગ્રેસ નેતા એજાઝ ઢેબરના મોટા ભાઇ અનવર ઢેેબરની ૧૧૬.૧૬ કરોડ રૂપિયાની ૧૧૫ મિલકતો, વિકાસ અગ્રવાલ ઉર્ફે સુબ્બુની ૧૨.૯૯ કરોડ રૂપિયાનની મિલકતો, અરવિંદ સિંહની ૧૨.૯૯ કરોડ રૂપિયાની ૩૩ મિલકતાનો સમાવેશ થાય છે. ઇન્ડિયન ટેલિકોમ સર્વિસના અધિકારી અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના સ્પેશિયલ સેક્રેટરી અરૂણપતિ ત્રિપાઠીની ૧.૩૫ કરોડની મિલકતો, દારૂના ઉદ્યોગપતિ ત્રિલોક સિંહ ધિલ્લોનની ૨૮.૧૩ કરોડ રૂપિયાની ૯ મિલકતો, નવીન કેડિયાની ૨૭.૯૬ કરોડ રૂપિયાની મિલકતો પણ ટાંચમાં લેવામાં આવી છે.

આ ઉપરાંત ઇડીએ આશિષ સૌરભ કેડિયાની ૧.૨ કરોડ રૂપિયાની ચાલુ મિલકતો અને નેક્સજેન એન્ગિટેક પાવર પ્રાઇવેટ લિમિટેડના નામે રજિસ્ટર્ડ વાહન પણ ટાંચમાં લેવામાં આવ્યું છે.  અનવર ઢેબરની ટાંચમાં લેવામાં આવેલી મિલકતોમાં રાયપુરની હોટેલ વેનિંગટન કોર્ટનો પણ સમાવેશ થાય છે. આ હોટેલ ઢેબર બિલ્ડિકોન નામની કંપનીની માલિકીની છે. ટાંચમાં લેવામાં આવેલ કુલ મિલકતોમાં ૧૬૧ સ્થિર અને ૧૮ ચાલુ મિલકતોનો સમાવેશ થયા છે જેનું કુલ મૂલ્ય ૨૦૫.૪૯ કરોેડ રૂપિયા થાય છે. 

Gujarat