For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ભ્રામક જાહેરાતો માટે સેલિબ્રિટી અને ઈન્ફ્લુએન્સર પણ જવાબદાર..' સુપ્રીમકોર્ટનું મોટું નિવેદન

Updated: May 8th, 2024

'ભ્રામક જાહેરાતો માટે સેલિબ્રિટી અને ઈન્ફ્લુએન્સર પણ જવાબદાર..' સુપ્રીમકોર્ટનું મોટું નિવેદન

Supreme Court on Misleading Ads: ભ્રામક જાહેરાતોને લઈને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે સેલિબ્રિટી અને મીડિયા ઈન્ફ્લુએંસર જે કોઈ ભ્રામક જાહેરાતો કરતા હોય તો તેઓ પણ એટલા જ જવાબદાર ગણાય. સાથે જ જાહેરાતો આ૫નારે અને એજન્સીઓ કે એન્ડોર્સર આવી જાહેરાતો માટે સરખા જવાબદાર ગણાશે. આઈએમએ અધ્યક્ષના વિવાદિત નિવેદન પર નોટિસ પણ પાઠવી છે અને 14મી મે સુધીમાં જવાબ માગ્યો છે.

જાહેરાત આપતા પહેલાં સ્વ-ઘોષણાપત્ર દાખલ કરવું 

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બ્રોડકાસ્ટર્સને કોઈપણ જાહેરાત આપતા પહેલાં સ્વ-ઘોષણાપત્ર દાખલ કરવું જોઈએ. જેમાં એવુ આશ્વાસન આપવામાં આવે કે તેના પ્લેટફોર્મ પર પ્રકાશિત કે પ્રસારિત થનારી જાહેરાતો કેબલ નેટવર્ક નિયમો, જાહેરાત કોડ વગેરેનું પાલન કરે છે.

જાહેરાત સંહિતાનું પાલન કરવું 

એક ઉપાયના રૂપે અમે આ આદેશ આપવાનું યોગ્ય સમજીએ છીએ કે કોઈ પણ જાહેરાતને અનુમતી આપતા પહેલા એક સ્વ-ઘોષણા પ્રાપ્ત કરવામાં આવે. 1994ના કેબલ ટીવી નેટવર્કના નિયમો, જાહેરાત સંહિતા વગેરેના આધાર પર જાહેરાતો માટે સ્વ-ઘોષણા પ્રાપ્ત કરવી  જોઈએ. સુપ્રીમ કોર્ટમાં પતંજલિની ભ્રામક જાહેરાતો અને બાબા રામદેવના કેસની સુનાવણી ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટે પતંજલિની સાથે સાથે આઈએમએને કરી ટકોર 

સુનાવણી દરમિયાન અગાઉ સુપ્રીમ કોર્ટે આઈએમએના અધ્યક્ષ આરવી અશોકન દ્વારા અપાયેલા નિવેદનની નોંધી લીધી હતી. જેમાં તેમણે સુપ્રીમ કોર્ટના અવલોકન અંગે ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેટલાક ડોક્ટરો પણ બિનજરૂરી મોંઘી દવાઓ દર્દીઓને લખી આપે છે. પતંજલિ સામે આઈએમએ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પતંજલિની સાથે સાથે આઈએમએને પણ ટકોર કરી હતી.

આઈએમએના અધ્યક્ષ પાસેથી માંગ્યો જવાબ 

જોકે આઈએમએના અધ્યક્ષે આ ટકોર બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ડોક્ટરો અંગેની ટિપ્પણીથી ખાનગી ડોક્ટરોનું મનોબળ તુટ્યું છે. આ નિવેદન બાદ પતંજલિના બાલકૃષ્ણે આઈએમએના અધ્યક્ષ સામે કાર્યવાહીની માગણી કરી હતી. તેથી હાલ સુપ્રીમ કોર્ટે હવે આઈએમએના અધ્યક્ષ પાસેથી પણ જવાબ માગ્યો છે. સાથે જ જે ટિપ્પણી કરી હતી તેનો સ્વીકાર ના કરી શકાય તેવી પણ ટકોર કરી હતી. 

Article Content Image

Gujarat