For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી ટાણે થાણેના એક સ્ટેડિયમમાં તૂટેલું ઈવીએમ અને હજારો વોટિંગ કાર્ડ મળી આવતાં ખળભળાટ

ઈવીએમને વર્તમાન ચૂંટણી સાથે સંબંધ ન હોવાનો કલેકટરનો ખુલાસો

Updated: Apr 28th, 2024

ચૂંટણી ટાણે થાણેના એક સ્ટેડિયમમાં તૂટેલું ઈવીએમ અને હજારો વોટિંગ કાર્ડ મળી આવતાં ખળભળાટ

Lok Sabha Elections 2024 |  ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) અને વીવીટીમના મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો હોવા છતાં વિપક્ષ અને મતદારોમાં હજુય ઈવીએમની વેલિડિટી (ખરાઈ) પ્રશ્ને હજુય અવઢવ પ્રવર્તે છે. આ દરમ્યાન, થાણેના દાદાજી કોંડદેવ સ્ટેડિયમમાં એક તુટયુ ફુટયુ ઈવીએમ મશીન અને હજારો વોટિંગ કાર્ડ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

જિલ્લા કલેકટર અશોક શિનગારેએ મિડીયા સાથેની વાતચીતમાં કન્ટ્રોલ યુનિટ મળ્યું હોવાનું કહ્યું હતું પણ ઈવીએમ વિશે, સ્પષ્ટપણે કાંઈ કહેવાનું ટાળ્યું હતું. એમના જણાવવા મુજબ પાલિકાના ડેપ્યુટી કમિશનરની માગણી પર જ્યારે ઓરડો ખોલાયો ત્યારે એમાં એક ટ્રંકમાં કન્ટ્રોલ યુનિટ પડેલુ દેખાયું. આ ઓરડામાં ગ્રામ પંચાયત, જિલ્લા પરિષદ સહિતની ભૂતકાળની વિવિધ ચૂંટણીઓને લગતા દસ્તાવેજો રખાયા છે. એનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાયું છે. એ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી અપાશે. અત્યારે ઈવીએમને હાલની લોકસભા ચૂંટણી સાથે કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો એમણે કર્યો હતો. ઓરડાની સુરક્ષા માટે થાણે પોલીસને ગોઠવી દેવાઈ છે.

અત્યારે દાદોજી કોંડદેવ સ્ટેડિયમનું રિપેરીંગ ચાલી રહ્યું છે. અહીં પ્રેક્ષકો માટેના સ્ટેન્ડ નીચે કેટલાંક ખાલી રૂમ્સ છે. એમાંથી એક રૂમમાં ચૂંટણી પંચ દ્વારા અમુક સામાન રખાયો છે. ૨૦૧૪ પછી એ ઓરડાને કોઈએ અત્યાર સુધી ખોલ્યો નહોતો. ગુરુવારે રિપેરીંગ માટે થાણે પ્રશાસનના એક અધિકારીએ ચાવીથી રૂમનું તાળું ખોલવાનો પ્રયાસ કર્યો પણ એ ખુલ્યું નહિ. એના તૂટયા ફુટયા દરવાજો જેમ તેમ કરી ખોલાયો. એટલે રૂમમાંથી સીલબંધ પરબીડિયા, વોટર્સ આઈ કાર્સ અને ઈવીએમ મળ્યું. એ વખતે તલાટી, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને પોલીસ ત્યાં હાજર હતી. ઈવીએમ મળતા બધા આશ્ચર્યમાં પડી ગયા હતા.

એનસીપી (શરદ પવાર ગુ્રપ)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પોતાના પ્રત્યાઘાતમાં કહ્યું હતું કે આ રીતે ઈવીએમ મળતા ઘણા પ્રશ્નો ઉભા થાય છે. ચૂંટણી માટે જેટલા ઈવીએમ આવે છે એ બધા મતગણતરી પૂરી થયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરને પાછા આપવા પડે છે. તો પછી આ ઈવીએમ ક્યાંથી આવ્યું?

Gujarat