For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાળકીને પોલીસ સ્ટેશન લાવી પોલીસવાનમાં બેસાડી ફેરવીને માતા પિતા સાથે મિલાન કરાવ્યું

ત્રણ વર્ષની બાળકી રાત્રે મણિનગર ભૈરવનાથ રોડ ઉપર રડતી હતી

મસ્જિદોમાં બાળકી ગુમ થવાની જાહેરાત કરાવી બિહારના પરિવારને સુપ્રત કરી

Updated: May 8th, 2024

બાળકીને પોલીસ સ્ટેશન લાવી પોલીસવાનમાં બેસાડી ફેરવીને માતા પિતા સાથે મિલાન કરાવ્યુંઅમદાવાદ, બુધવાર

 સમાજમાં પોલીસ સાચે જ પ્રજાનો મિત્ર હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પરપ્રાંતિય પરિવારની બાળકી ગુમ થઈ હતી. ચૂંટણી પ્રક્રિયામાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતા ઇસનપુરના કોસ્ટેબલને મણીનગર વિસ્તારમાંથી રડી રહેલી બાળકી મળી હતી. હેડ કોેન્સ્ટેબલ ઘરે જવાના બદલે બાળકીને લઇને પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પોલીસ વાનમાં લઇને વિસ્તારમાં ફર્યા હતા તથા મસ્જિદોમાં બાળકી ગુમ થયા અંગેની જાહેરાત કરીને સ્થાનિક લોકોની મદદથી બાળકીના માતા પિતાને શોધીને તેમને સુપ્રરત કરી હતી.

ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત  ઇસનપુરના હે.કો. માનવતા દાખવીને મસ્જિદોમાં બાળકી ગુમ થવાની જાહેરાત કરાવી બિહારના પરિવારને સુપ્રત કરી

અમદાવાદ શહેર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી અંગેનો બંદોબસ્ત હોઈ, ઈસનપુર પોલીસ સ્ટેશનના હે.કો. ઘનશ્યામ દાન ગઢવી પોતાની ફરજ પૂરી કરી, ચૂંટણીની સતત ૪૮ કલાકની ફરજ બજાવી, રાત્રે નવ વાગ્યા આસપાસ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. જે દરમ્યાન મણિનગર ભૈરવનાથ મનોકામેશ્વર મહાદેવ મંદિર નજીકમાં એક ત્રણ વર્ષની બાળકીને રડતી જોઈ ઘનશ્યામ દાન ગઢવી પોતાની ફરજના કલાકો નહી પરંતું પોલીસ તરીકેની સમાજ પ્રત્યેની પોતાની ફરજને પ્રાધાન્ય આપીને ઘરે જવાને બદલે બાળકીને પોતાની સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ, ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ જાડેજા તથા સ્ટાફને જાણ કરી, બાળકી નાની ઉંમરની હોવાથી પોતાનું નામ કે સરનામું તેમજ માતા પિતાનું નામ જણાવતી શકતી ન હતી. ઈસનપુર પોલીસને તેના માતાપિતાને શોધવા એક કોયડો બની ગયો હતો.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ વોટસએપ ગૃ્રપમાં મેસેજો કરી, પોલીસ સ્ટેશન નજીકના રહીશોની મદદ મેળવી, બાળકીને પોતાની દીકરી માફક રાખી નાસ્તો જમવાનું આપી, બાળકીને પોલીસ વાનમાં બેસાડી, આજુબાજુના વિસ્તારમાં ફરી, મસ્જિદોમાં બાળકી ગુમ થયા બાબતનું એલાન પણ કરાવાવમાં આવેલ હતું. ઈસનપુર પોલીસની ત્વરિત સહિષ્ણુતા પૂર્વકની કાર્યવાહી કરવામાં આવી હતી અને ઈસપુરમાં સોનીના ખેતરમાં રહેતા બિહાર રાજ્યના મજુર વર્ગના પરિવારને કાઢવામાં આવ્યો હતો અને બાળકીને હેમખેમ પરિવારને સુપ્રત કરવામાં આવેલ હતી. ઈસનપુર પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવેલ ના હોત અને સંવેદના વ્યક્ત કરવામાં આવેલ ના હોત તો, પરિવાર બાળકીને શોધતો રહેલ હોત. આમ, ઈસનપુર પોલીસની સમયસૂચકતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે બાળકીનું તેના પરિવાર સાથે મિલન થયેલ હતું બાળકીનો કબ્જો સોંપવામાં આવતા પરિવારજનો બાળકીને ભેટીને રડવા લાગેલ અને ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. હે.કો.ઘનશ્યામ દાન ગઢવી દ્વારા તાત્કાલિક કાર્યવાહી આધારે પરિવારજનોને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવી સોંપવાની કાર્યવાહી કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યુ હતું.

Gujarat