For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અશાંતધારાની અરજી પેન્ડિંગ છતાં દસ્તાવેજ કરવા અંગે મહિલા સહિત બે આરોપીની આગોતરા જામીન અરજી રદ

Updated: May 8th, 2024

અશાંતધારાની અરજી પેન્ડિંગ છતાં દસ્તાવેજ કરવા અંગે મહિલા સહિત બે આરોપીની આગોતરા જામીન અરજી રદ

Vadodara Court News : અશાંત ધારા હેઠળની મિલકત અંગે પરમિશન માંગવામાં આવી હતી. આ અંગે કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી અરજી પેન્ડિંગ હતી. રિપોર્ટમાં અરજી કેન્સલ થવા છતાં પણ બારોબાર સોદો કરી નાખવા અંગે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે સંભવિત ધરપકડથી બચવા મહિલા સહિત બે આરોપીઓ દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજ અદાલતે ફગાવી દેતા પોલીસે બંને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અદાલતની વિગત એવી છે કે અશાંત ધારા હેઠળ વડોદરા કસબાની જમીન વેચાણ અંગે વડોદરા કલેકટર સમક્ષ પેન્ડિંગ હતી. આમ છતાં લતાબેન જયસૂર્યકાંત શાહ (રહે. ખત્રી પોળ, મોટી છીપવાડ, પાણીગેટ દરવાજા પાસે) અને ઇલિયાસ યુસુફ શેખ (રહે મોટી છીપવાડ, પાણીગેટ) સહિત બંને જણાએ વડોદરા સબ રજિસ્ટ્રારની કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરાવીને આ મિલકત તકદીર કરાવી દીધી હતી. 

જ્યારે બીજી બાજુ વડોદરા ખાતે કરવામાં આવેલી અશાંતધારાની અરજી ના મંજૂર થઈ હતી. જેથી આઅંગે અમદાવાદ ખાતે અપીલ કરવામાં આવી હતી પરંતુ ત્યાંથી અરજી વડોદરા પોલીસ કમિશનરને ટ્રાન્સફર થઈ હતી. પરંતુ પોલીસ તપાસ દરમિયાન બંને આરોપીઓએ ભેગા મળીને આ મિલકત નો વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરાવી લીધો હતો. વડોદરા પોલીસ કમિશનર કચેરી દ્વારા થયેલી તપાસમાં ફોજદારી ગુનો બનતો હોવા અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. 

જેથી આરોપી લતાબેન શાહ અને ઇલ્યાસ શેખ દ્વારા સંભવિત પોલીસ ધરપકડથી બચવા અદાલત સમક્ષ આગોતરા અરજી રજૂ કરવામાં આવી હતી આ અરજી ચાલી જતા 12 માં સેશન્સ કોર્ટના જજ અતુલકુમાર પાટીલની 12મી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે બંને આરોપીઓની આગોતરા જામીન અરજ ના મંજૂર કરતા પોલીસે બંને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Gujarat