For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાઇકોર્ટનો બોગસ ઓર્ડર તૈયાર કરવાના ગુનાનો વોન્ટેડ આરોપી વડોદરામાંથી પકડાયો

Updated: May 9th, 2024

હાઇકોર્ટનો બોગસ ઓર્ડર તૈયાર કરવાના ગુનાનો વોન્ટેડ આરોપી વડોદરામાંથી પકડાયો

Vadodara Crime News : હાઇકોર્ટનો બનાવટી હુકમ બનાવવાના કેસમાં ફરાર થઈ ગયેલો આરોપી વડોદરા પોલીસે ઝડપી પાડી અમદાવાદ પોલીસને સોંપવા તજવીજ કરી છે. 

વડોદરાના નિશાંત પટેલ નામના યુવકે તેની સામે નોંધાયેલા ગુના સંદર્ભે હાઇકોર્ટનો એક બનાવટી હુકમ તૈયાર કર્યો હતો. જે અંગે ગત વર્ષે અમદાવાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

આ બનાવમાં વોન્ટેડ આરોપી નિશાંત કમલેશભાઈ પટેલ (શ્રીજી ગોલ્ડ ફ્લેટ, સોના પાર્ટી પ્લોટ સામે,લક્ષ્મીપુરા) ગેંડા સર્કલ પાસે હોવાની વિગતો મળતા ગોરવા પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો અને અમદાવાદ પોલીસને સોંપવા તજવીજ કરી હતી.

Gujarat