For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોમોઝ ખાવાના છો શોખીન તો દિલ્હીના આ સ્થળો પર મોમોઝ ખાવાનુ ન ચૂકતા

Updated: Apr 25th, 2024

મોમોઝ ખાવાના છો શોખીન તો  દિલ્હીના આ સ્થળો પર મોમોઝ ખાવાનુ ન ચૂકતાImage:Freepik

Momo: મોમોઝનુ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, તેવુ આ સ્ટ્રીટ ફૂડ ખાવાનું કોને પસંદ ન હોય. મોમોઝ મસાલેદાર ચટણીના સ્વાદ સાથે સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે. મોમોઝ એક ચીની શબ્દ છે પરંતુ તે તિબેટમાંથી આવ્યો છે. તે નેપાળી શબ્દ 'મોમ' (Mome) સાથે પણ જોડાયેલ છે. વેજ મોમોઝ ભારતમાં વધુ ફેમસ છે. દરેક ગલી, દરેક માર્કેટમાં અલગ-અલગ ફ્લેવરમાં મોમોઝ જોવા મળે છે. જો દિલ્હીમા તમારે મોમોઝ ખાવા હોય તો આ લિસ્ટ તમારા માટે છે.

Article Content Image

દિલ્હી હાટ

દિલ્લી હાટમાં તમને અલગ-અલગ સ્ટ્રીટ ફૂડ મળશે. જો તમારે અહીં મોમોઝ ખાવા હોય તો મોમો મિયા શોપ (અરુણાચલ પ્રદેશ સ્ટોલ) પર અવશ્ય જાવ. અહીં તમારે મણિપુર સ્ટોલના ફ્રાય કરેલા મોમોસ અને પોર્ક મોમોઝનો સ્વાદ માણવો જ જોઈએ.

સેક્ટર 18

સેક્ટર 18ના મેટ્રો સ્ટેશનની ખૂબ જ નજીક ખાવાના ઘણા વિકલ્પો મળશે, ત્યાં એક મોમોસની દુકાન પણ છે જ્યાં ખૂબ જ સ્વાદિષ્ટ મોમોઝ મળે છે, તમને આ મોમોઝ સાંજે 5 વાગ્યા પછી મળશે, તમારે અહીં પનીર કુરકુરે મોમોઝ અજમાવવા જ જોઈએ. દિલ્હીમાં મોમોઝ માટે આ તમામ શ્રેષ્ઠ જગ્યાઓ છે. જો તમે દિલ્હી ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો ફરવાની સાથે સાથે આ સ્થળો પર સ્ટ્રીટ ફુડ ખાવાનો ચોક્કસ આનંદ લો.


Gujarat