For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકની મિસાઇલ ટેકનોલોજીને ફટકો : ચાર કંપની પર પ્રતિબંધ

Updated: Apr 24th, 2024

પાકની મિસાઇલ ટેકનોલોજીને ફટકો : ચાર કંપની પર પ્રતિબંધ

- અમેરિકાએ ચીનની કંપનીઓ બંધ કરાવી 

- ઇનસાઇડ સ્ટોરી

- પાકિસ્તાન પર કોની પકડ વધુ છે તે માટે અમેેરિકા અને ચીન વચ્ચે કોલ્ડ વોર ચાલે છે

અમેરિકા અને ચીન વચ્ચેની કોલ્ડવોરમાં કેટલીક કંપનીઓ પર શંકા કરાઇ રહી છે. અમેરિકાએ ચીનની ટેકનોલોજી પર જાસુસી કરવાનો આક્ષેપો કરી રહી છે. તે બીજી તરફ ચીન પણ તેના જાસુસી કરવાના અને હેકીંગ કરવાના પ્લાનને આગળ વધારી રહ્યું છે. વિશ્વના આ બંને જાયન્ટ એકબીજાના હંફાવી રહ્યા છે છતાં જાહેરમાં એક બીજાને આધારીત હોય એવો ડોળ કરી રહ્યા છે.

તાજેતરમાં અમેરિકાએ ચીનની ત્રણ અને બેલારૂસની એક કંપની પર પ્રતિબંધ મુકીને એવો આક્ષેપ કર્યો છે કે આ કંપનીઓ પાકિસ્તાનના બેલેસ્ટીક મિસાઇલ પ્રોગ્રામને ટેકનોનોજીની માહિતી આપતી હતી. બે દિવસ અગાઉ અમેરિકાના સત્તાવાળાઓએ બેલારૂસ સહીત ચાર કંપનીઓના કરાખાના બંધ કરાવ્યા છે. તેમના સંપત્તિને તાળાબંધી કરી છે અને તેમાં ભાગીદાર એવા અમેરિકનો પર તપાસ શરૂ કરી છે.   

અમેરિકાના સત્તાવાળાઓેએ કહ્યું છે કે અમે આ કંપનીઓને કોઇ સજા કરવા નથી માંગતા પણ સરકારની ધ્યાન બહાર મહત્વની લશ્કરી ટેકનોલોજી વેચે નહીં તે સમજાવવા માંગીએ છીયે.

અમેરિકાના સત્તાવાળા ખોટું બોલે છે. પાકિસ્તાનના મિસાઇલ પ્રોગ્રામને ટેકનોલોજી પુરી પાડતી ચીનની કંપનીઓ સામે વાંધો એટલા માટે છે કે ચીન સપ્રીમસી ઉભી કરવા માંગે છે તે અમેરિકાથી સહન થતું નથી.

પાકિસ્તાન પર કોની પકડ વધુ છે તે માટે પણ કોલ્ડ વોર ચાલે છે. અમેરિકા માને છે કે તે પાકિસ્તાનને ધારે તેમ નચાવી શકે છે તો ચીન માને છે કે પાકિસ્તાન તેમના હાથનું રમકડું માત્ર છે. પાકિસ્તાનની ધરતી  પર ચીન પોતાના પ્રોજક્ટ ઉભા કરી રહ્યું છે અને બલૂચિસ્તાનમાં રહેલી મહત્વની ખનીજો પર પોતાનો જાપ્તો ઉભો કરી રહ્યું છે.

પાકિસ્તાનને અપાયેલી મિસાઇલ ટેકનોલોજીમાં લાંબા અંતરની મિસાઇલનો પણ સમાવેશ થાય છે. અમેરિાના આકરાં પગલાં બાબતે પાકિસ્તાન કહે છે કે અમને કોઇ પુરાવો આપ્યા વગરજ કેટલીક કંપનીઓ પર પ્રતિબંધ મુકીને અમારા મિસાઇલ પ્રોગ્રામને અટકાવી દેવાનો પ્રયાસ કરાયો છે.

પાકિસ્તાને કહ્યું છે કે અમે જે આઇટમો મિસાઇલ પ્રોગ્રામ માટે મગાવીએ છીયે તે પ્રતિબંધીત ચીજોની યાદીમાં નથી આવતી. એમેરિકાના સૂત્રો કહે છેકે બેલારૂસની કંપનીમાંથી જે ચેસીસપાકિસ્તાન જાય છે તે મિસાલિના લંચ વ્હીકલમાં વપરાય છે. જ્યારે ચીનની એક કંપની જે ફિલામેન્ટ વાઇન્ડીંગ મશીન સપ્લાય કરે છેે તે હકીકતે તો રોકેટની મોટર ચેસીસ બનાવવા માટે વપરાય છે.

પાક્સ્તિાન ભાઇશાબ બાપા કરી રહ્યું છે પરંતુ તેનું સાંભળવા કોઇ તૈયાર નથી. પાકિસ્તાનના તમામ ખુલાસા ફગાવીને અમેરિકાએ ચારકંપનીઓ પર તાળાં મારી દીધા છે. હવે સમસ્યા એ છે કે પાકિસ્તાન તેનો મિસાઇલ પ્રોગ્રામ આગળ વધારી શકે એમ નથી.

ભારત માટે આ ધટનાનો અહેવાલ હસતાં-હસતાં  મોંમા આવેલા પતાસા સમાન છે. અમેરિકા અને ચીનની કોલ્ડવોર માં દુશ્મન દેશ પાકિસ્તાન ભીંસમાં આવી ગયો છે. અમેરિકાના પગલાંથી ચીન પણ ઉંધતું ઝડપાયું છે. અહીં યાદ રાખનું જોઇએ કે ભારતે બ્રહ્મોસ મિસાઇલ બે દિવસ અગાઉજ ફિલિપિન્સને વેચ્યું છે જ્યારે પાકિસ્તાનનો મિસાઇલ પ્રોગ્રામ અમેરિકા પર આધારીત છે.

Gujarat