For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્રિપ્ટો કરંસી શંકાસ્પદ છતાં રોકાણકારોનો જમેલેા જામ્યો

Updated: Jan 17th, 2024

ક્રિપ્ટો કરંસી શંકાસ્પદ છતાં  રોકાણકારોનો જમેલેા જામ્યો

- ક્રિપ્ટો કરંસી શંકાના વમળમાં અટવાયેલી જોવા મળે છે 

- ઇનસાઇડ સ્ટોરી

- ક્રિપ્ટોના કૌભાંડીઓ ફેક વેબસાઇટ ઉભી કરીને લોકોના ક્રિપ્ટો પડાવી લે છે

ક્રિપ્ટો કરંસી ફરી તેજીનો કરંટ બતાવી રહી છે. આજે બિટકોઇનનો ભાવ   છે. પરંતુ ક્રિપ્ટો કરંસી સતત શંકાના વમળમાં અટવાયેલી જોવા મળે છે કેમકે તે અવાર નવાર કૌભાંડોમાં અટવાયેલું જોવા મળે છે. ક્રિપ્ટો કરંસી બ્લેકના પૈસા સાથે જોડાયેલી હોવાની માન્યતા પ્રવર્તે છે. જો તમે ક્રિપ્ટો કરંસી ખરીદવા માંગતા હોવ તો  તેની સાથે વીટળાયેલા કેટલાક કૌભાંડો પર પણ નજર રાખવી જોઇએ. ક્રિપ્ટો કરંસીના કૌભાંડમાં પિરામીડ સ્કીમ, આઇસીઓ સ્કેમ,પમ્પ એન્ડ ડમ્પ સ્કીમ વગેરેનો સમાવેશ થાય છે.

ક્રિપ્ટોના કૌભાંડીઓ ફેક વેબસાઇટ ઉભી કરીને લોકોના ક્રિપ્ટો પડાવી લે છે. ક્રિપ્ટોનું માર્કેટ કૌભાંડીઓથી ભરેલું છે કેમકે કરંસી અને તેમાં પૈસા રોકનારા બધાજ બે નંબરી વહિવટો સાથે સંકળાયેલા હોય છે. જ્યારથી ક્રિપ્ટો કરંસી શરૂ થઇ ત્યારથીજ તે વિવાદમાં સપડાયેલી છે. જોકે તેમ છતાં ક્રિપ્ટો કરંસીમાં રોકાણ કરનારા વધી રહ્યા છે.

કોણ જાણે કેમ પણ કૌભાંડ કરનારાઓ અને ક્રિમિનલ લોકોમાં ક્રિપ્ટો પ્રત્યે બહુ પ્રેમ જોવા મળે છે. આવા લોકો પાસે પૈસો પણ વધુ હોય છે અને તેને તે છૂપો રાખવા માંગે છે.

ભારત સરકારે ક્રિપ્ટો કરંસીને હાથ નથી મુકવા દીધો અને નાણાપ્રધાન ક્રિપ્ટોને માન્યતા નહીં આપવા વળગી રહ્યા હતા. ક્રિપ્ટોના નિયમન બાબતે પણ નાણા પ્રધાન પગલાં લઇ રહ્યા છે. ક્રિપ્ટોના કારણે આર્થિક ક્ષેત્ર બદનામ થઇ શકે છે એવું નાણા પ્રધાન અનેકવાર કહી ચૂક્યા છે.

ક્રિપ્ટોનું એક કૌભાંડ પિરામીડ સ્કીમ કે પોન્ઝી સ્કીમ તરીકે ઓળખાય છે. આવી પોન્ઝી સ્કીમમાં રોકાણકારોને વધુ વળતર આપવાની ગેરંટી સાથે ફસાવવામાં આવે છે. મૂડી પર દર અઠવાડીયે દશ ટકા વ્યાજ મળશે જેવી લોભામણી સ્કીમ મારફતે લોકોને ફસાવાય છે, શરૂઆતમાં પૈસા ચૂકવાય છે તે જોઇને અન્ય રોકાણકારો પણ લલચાય છે અને સભ્યો વધે એટલે કૌભાંડીઓ પાટીયા પાડીને રફૂચક્કર થઇ જાય છે. જેના કારણે બદનામ ક્રિપ્ટો કરંસી થાય છે.

પિરામીડ કૌભાંડમાં  દરેકે ત્રણ સભ્યો બનાવવાના હોય છે.  ત્યારબાદ તે ચેન આગળ વધારાય છે અને પછી ઉલાળીયો કરવામાં આવે છે. શરૂઆતમાં નિયમિત વ્યાજ આપીને રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં આવે છે. પોતાની મૂડીનું વધુ વળતર મેળવવાનું દરેકનું સપનું હોય છે.

ઇનિશ્યલ કોઇન ઓફરીંગ એ ફંડ રેઇઝીંગ સમાન છે. તે સંસ્થા અને ક્રિપ્ટો ધરાવનારા વચ્ચે ઓટોમેટીક સિસ્ટમ જેવું હોય છે. જેમાં આવકનો કેટલોક ભાગ ઓટોમેટીક ક્રિપ્ટોમાં રોકાઇ જાય છે. આવા કિસ્સામાં  ઇનિશ્યલ ઓફરીંગ કંપનીઓજ બોગસ હોય છે. આવી કંપનીઓ પોતાના પ્રમોશન માટે મહિનાઓ સુધી પ્રયાસ કરે છે તેનો સ્ટાફ વિવિધ સ્કીમો મારફતે રોકાણકારને ફોસલાવે છે. આવી કંપનીઓ પોતાનો ટ્રેક રેકોર્ડ સારો રાખે છે અને પછી અચાનક જ રોકાણકાર સાથે કોમ્યુનિકેશન બંધ કરી દે છે. રોકાણકાર કંઇ સમજે એ પહેલાં તો કંપની તાળા મારીને છૂ થઇ જાય છે. 

કાયદેસરની કંપનીઓ અને આઇસીઓ કંપનીઓ એક સમાન લાગે છે. આવી કૌભાંડી આઇસીઓ કંપનીને ઓળખવી બહુ અઘરી હોય છે.  પમ્પ એન્ડ ડમ્પ સ્કીમ ક્રિપ્ટો કરંસી સાથે સંકળાયેલી છે જેમાં આખી સિસ્ટમ ઓનલાઇન ચાલતી હોય છે. જેમાં કૌભાંડી પોતાનો કોઇ ક્રિપ્ટો ટોકન તૈયાર કરે છે. તે જોઇને એમ લાગે કે તે કાયદેસરનો ક્રિપ્ટો પ્રોજેક્ટ ચલાવે છે. 

Gujarat