For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જેટલી જરૂરીયાત ઓછી એટલું સુખ સામે ચાલીને આવશે

Updated: Apr 10th, 2024

જેટલી જરૂરીયાત ઓછી એટલું સુખ સામે ચાલીને આવશે

- જીવનમાં દુઃખનું કારણ મનની વિચારસરણી

- ઇનસાઇડ સ્ટોરી

- આપણે આપણી પરિસ્થિતિને કઇ રીતે મૂલવીએ છીએ તેના પર દુઃખનો આધાર

માણસના જીવનમાં સુખ અને દુઃખ બંને માટે કહેવાયું છે : 'સુખ દુઃખમા મનમાં કોઈ પણ જાતની મનની પ્રતિક્રિયા વિના શુદ્ધ નિર્મળ મનથી સમતામાં સ્થિર થઇને સુખ દુખના સ્વીકાર ભાવમાં સ્થિર થઇએ તો જીવનમાં શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય, અને તેનો ભંગ થવા પામે નહિ, એ જ જીવન છે.

સુખ પામવા માટે પાગલની જેમ જ્યાં ત્યાં ભટકો નહિ, પંથ અને સંપ્રદાયના દાસ ગુલામ તો બનો જ નહિ અને દુખથી ભયભીત થાવ નહિ, અને જીવનમાં શંકા સંશયથી મુક્ત થઇને આત્મિક શ્રદ્ધામાં, સ્થિર થઇને સત્ય સ્વરૂપ જીવન જીવ્યા જ કરો, જીવન છે, સુખ અને દુખ આવવાના જ તેને સહર્ષ સમતા ભાવમાં સ્થિર થઇ સ્વીકારી ને જીવો.'

માનવ જીવનમાં જે જોઇએ તે તો મેળવીને જ જપવું એ કદાચ સફળ માણસની નિશાની આજના વાતાવરણમાં ગણાતી હશે, પણ જે જીવનાં સત્ય સ્વરૂપ પુરુષાર્થથી મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને સ્વસ્થ ચિત્તે જીવવું એજ દુઃખથી મુક્ત અને સુખી માણસની નિશાની છે, સ્વસ્થ ચિત્તમાં દુખ હોઇ શકે જ નહિ, જ્યાં દુખ નથી ત્યાં સદાય આનંદ.

માનવ જીવનમાં જેટલી જરૂરિયાત ઓછી એટલું સુખ વધારે અને જીવનમાં બધું જ સુખ મનની શુદ્ધતા, સ્થિરતા નિર્મળતા નિર્દોષતા અને શૂન્યમાં  સમાયેલું છે.

માણસનું જીવન પરમાત્માની ઇચ્છા પ્રમાણે આત્મિક સત્યના આધારે ચાલે છે, ત્યારે એમાંથી સારતત્ત્વ તરીકે સુખ, શાંતિ અને આનંદ નીકળે છે, જો આનું માણસ પાલન જ ન કરે તો પછી દુઃખ નીકળે કે પછી શોક નીકળે તે માણસના મનની વિચારસરણી પર આધારિત છે.

આપણે આપણા જીવનની પરિસ્થિતિને, પ્રસંગને, વાતાવરણને કઇ રીતે જોઇએ છીએ એના ઉપર સુખ દુખનો આધાર છે, જો સમ્યક દ્રષ્ટિથી જોઇશું તો સુખ જ છે.

જીવનમાં સફળતા એટલે ગમે તે મળે, તેમા સફળતા છે અને સુખ એટલે જે મળે તે મનને ગમે સુખ આપણે આપણી પરિસ્થિતિને કઇ રીતે જોઇએ છીએ તેના પર સુખ દુખનો આધાર છે.

જીવનનો ઉદ્દેશ્ય આશા, વિશ્વાસ અને ઊર્મિઓનો ધોધ વહેવડાવી મનની અનંત ક્ષમતા જાણવાનો તથા સૌને માનસિક પીડાથી મુક્ત કરી સંતોષ ભર્યું જીવન જીવવામાં મદદ કરવાનો છે એ ભૂલવા જેવું સૂત્ર નથી.

માનવ જીવનમાં સુખ શાંતિ અને આનંદ આંગણે આવીને ઊભા હોય તો પણ એના સત્કારમાં પાગલ બનવા જેવું તો નથી અને દુખ ચિંતા તનાવ વગેરે કદાચ ઘણા દુર ઊભા હોય તોય એના સત્કારની તૈયારી કર્યા વિના જીવનમાં રહેવા જેવું તો નથી.

માણસ માત્ર સુખ શાંતિ અને આનંદ મેળવવા માટે પોતાનાથી બને તેટલા બધા જ પ્રયત્ન કરે છે. પણ તેને ખ્યાલ સુધ્ધાં નથી કે સુખ શાંતિ આનંદ કેવળ પ્રયત્નથી મળતા જ નથી. સુખ દુખ એ મનનો ધર્મ છે. એટલે આંતર સાધન કરી મન આકાશ જેવું નિર્મળ, નિર્દોષ, નિરહંકારી, સૂક્ષ્મ, શુદ્ધ ્ને શૂન્ય કર્યા વિના અને સાક્ષી ભાવમાં સ્થિર થયા વિના પરમ સુખ શાંતિ અને આનંદ ઉપલબ્ધ થવા કઠણ છે. 

આમ સુખ સત્યસ્વરૂપ, શંકા, સંશય રહિત શ્રધ્ધા, અભય વિવેક સાથેની સમજણ સાથે જોડાયેલ છે. આમ સુખનું માણસને સમ્યક દર્શન ન હોય તે વિશેષ પ્રકારના સાધનો સગવડો સંપત્તિ અને વૈભવમાંથી સુખ મેળવવા પ્રયત્ન કરે છે, તે અંતે નિરાશ થાય છે, સુખ સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર, સમ્યક પુરુષાર્થ, અને સમ્યક સત્યના આચરણ દ્વારા જ પરમ સુખ પ્રાપ્ત થાય છે.

Gujarat