Get The App

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ 1 - image

Vadodara : વડોદરાના છાણી વિસ્તારમાં ગઈકાલે રાત્રે સામસામે પથ્થર મારવાના બનેલા બનાવવામાં પોલીસે 15 જણાની અટકાયત કરી છે. 

પદમલા ગામે રહેતા રાકેશ અને પૃથ્વી નામના બે યુવકો વચ્ચે ગઈ તા.23મી એ બાઈક ઓવરટેક કરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગઈકાલે ફરીથી આ મુદ્દે તકરાર થતા બંને પક્ષે ટોળા જામ્યા હતા અને સામસામે પથ્થરમારો કર્યો હતો. 

બનાવને પગલે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. તેમજ પોલીસને બોલાવવામાં આવી હતી. હુમલા ખોરો દ્વારા ખૂની હુમલો પણ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ પાંચ જણાને ઈજા થઈ હતી. 

પોલીસે બનાવ અંગે બંને પક્ષે સામ સામે ફરિયાદો નોધી 15 જણાની અટકાયત કરી છે. જ્યારે બનાવના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.