For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેરી મોંઘી થશે, વાવાઝોડાને કારણે હવે કેસર કરીના પાકને જુઓ કેટલું થયું નુકસાન

બે વર્ષ પહેલા આવેલા તાઉતે વાવાઝોડામાં પણ વ્યાપક નુકસાન થયુ હતું

બિપરજોય વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારમાં તારાજી સર્જી

Updated: Jun 17th, 2023

કેરી મોંઘી થશે, વાવાઝોડાને કારણે હવે કેસર કરીના પાકને જુઓ કેટલું થયું નુકસાન
Image : Screen grab

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બે દિવસ પૂર્વે જ કચ્છના જખૌ બંદર નજીક રાત્રે 11 વાગ્યાની આસપાસ ત્રાટક્યુ હતું. જો કે આ વાવાઝોડાએ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયુ છે તેમા પણ ગુજરાતની સૌથી પ્રખ્યાત કેસર કરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે.

ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો

ગુજરાતની કેસર કેરી ફક્ત દેશમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ ખુબ પ્રખ્યાત છે. કેસર કેરી તમામ કેરીની જાતોમાં રાજા છે. બે વર્ષ પહેલા આવેલા વિનાશક તાઉતે વાવાઝોડાને કારણે કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતું. ત્યારે હવે વધુ એકવાર બિપરજોય નામના વાવાઝોડાએ કેરીના ઉભા પાકને બરબાદ કરી દીધો હતો જેને પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે તેમા પણ કચ્છના વિસ્તારના ખેડૂતોમાં વધારે નુકસાન થયુ છે. બિપરજોય વાવાઝોડાને કારણે કેરીના પાકને થયેલા નુકસાનથી ખેડૂતોને પોતાની આજીવિકાની ચિંતા વધી ગઈ છે. વિનાશક બિપરજોય વાવાઝોડાએ કેરીનો 90 ટકાથી વધુ પાકનો નાશ કર્યો છે.  

કેસર કેરી વિદેશોમાં પણ નિકાસ થાય છે

બિપરજોય વાવાઝોડાના કારણે બરબાદ થયેલા પાકને લઈને સ્થાનિક ખેડૂતોનું કહેવુ છે કે હવે આ પાકને કોઈ ખરીનાર નથી કે ન તો નાશ પામેલા કેરીના પાકને ઉપાડવા માટે કોઈ મજૂરો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે 12 લાખ રુપિયા કરતા પણ વધારે કિંમતના પાકને નુકસાન થયુ છે જે વેચવા લાયક પણ બચ્યો નથી. કેસર કેરીની માગ ફક્ત સ્થાનિક કક્ષાએ જ નહી પણ વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. 

Gujarat