For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'આ વખતે હરીફાઈ કોંગ્રેસ સાથે નહીં, ભાજપની અંદર જ છે, કે કયા વધુ મતદાન થાય', અર્જુન મોઢવાડિયાને જીતનો વિશ્વાસ

Updated: May 7th, 2024

'આ વખતે હરીફાઈ કોંગ્રેસ સાથે નહીં, ભાજપની અંદર જ છે, કે કયા વધુ મતદાન થાય', અર્જુન મોઢવાડિયાને જીતનો વિશ્વાસ

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી માટે આજે ગુજરાતની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમયિના પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ વિકસિત ભારત માટે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, 'આ વખતે હરીફાઈ કોઈ સામેના પક્ષ સાથે નહીં, ભાજપની અંદર જ છે, કે કયા સૌથી વધુ મતદાન થાય.'

બાળકોનું ભાવી બદલવા માટેની આ ચૂંટણી છે: અર્જુન મોઢવાડિયા

પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, 'આ ચૂંટણી કોઈ સરકાર બનાવવા માટે, ભાજપમાં દરેક બુથ, તાલુકા અને જિલ્લા વચ્ચે મતદાન માટે હરીફાઈ છે, જનતા બહોળા પ્રમાણમાં મતદાન કરવા બહાર નીકળે તેવી અપીલ કરૂ છું, બાળકોનું ભાવી બદલવા માટેની આ ચૂંટણી છે, મજબૂત ચુકાદો આપીએ ભાજપનાં પક્ષમાં કે સમગ્ર દુનિયા આપણી શક્તિ જાણે.'

કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન

ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 47.03% મતદાન થયું છે.

Gujarat