Get The App

વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો 1 - image


Jamnagar ST Bus Stand: વાહન વ્યવહાર મંત્રી વારંવાર ગર્વની લાગણી વ્યક્ત કરતાં હોય છે કે એસટી બસની સુવિધા અમે વધારી છે, નવી બસો જોડી છે. પરંતુ 'સલામત સવારી, એસ.ટી. અમારી'નું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનું સૂત્ર જામનગર વિભાગની ખખડધજ હાલત જોતાં સલામત સવારીને લઈ સવાલો ઊભા કરે છે. શહેરનો એસ.ટી. ડેપો પોતાની ખખડધજ બસો માટેની અલગ જ ઓળખ ધરાવે છે અને તેમાં નંબર 1 આવે છે.

એસ.ટી. બસમાં મજબૂરીમાં મુસાફરી કરતાં લોકો જોખમથી વાકેફ

એસ.ટી. બસને ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. તેમાં દરરોજ હજજારો લોકો મુસાફરી કરતાં હોય છે. પરંતુ આ જીવાદોરી સમાન એસ.ટી. બસની હાલત ખૂબ જ ખરાબ છે. જામનગર વિભાગીય કચેરી હેઠળ આવતાં પાંચ ડેપોની કુલ 257 બસમાંથી 40 ટકા જેટલી એટલે કે 99 બસ તો નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ ચાલેલી છે. છતાં આ બસો ઓન રોડ ચાલી રહી છે. જે જોખમી મુસાફરી કહી શકાય. 

વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો 2 - image

કટાઈ ગયેલા પતરાં, ફાટેલી-તૂટેલી સીટો, બારીઓ અને આગળના તૂટેલા કાચ, દોરી વડે બાંધેલા દરવાજા આવી અનેક બસોમાં હજારો મુસાફરો જીવના જોખમે સવારી કરવા મજબૂર છે. એસ.ટી. બસમાં મજબૂરીમાં મુસાફરી કરતાં લોકો જોખમથી વાકેફ છે. પરંતુ રોજનું અપડાઉન કે ગ્રામ્ય વિસ્તારમાં જવાનું હોય તો એસ.ટી. જેવો સસ્તો અને ઝડપી મળી રહેતો અન્ય કોઈ વિકલ્પ મુસાફરો પાસે નથી, એટલે મુસાફરોને ન છૂટકે ખખડધજ બસોમાં મુસાફરી કરવી પડી રહી છે.

વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો 3 - image

નિગમ પણ મુસાફરોની તકલીફથી વાકેફ હોવા છતાં ઝડપથી યોગ્ય હલ લાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે. નિગમ હેઠળના પાંચ ડેપોમાં 57 સુપર એકસપ્રેસ, 22 મીની બસ અને 20 ગુર્જરનગરી બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ કિલોમીટર ચાલી ગયેલ છે. ખખડધજ એસ.ટી. બસોમાં સૌથી વધુ જૂની બસો જામનગર ડેપો પાસે છે,  તેનો નંબર 1 આવે છે. જ્યારે બીજો ક્રમ ખંભાળિયા એસ.ટી. ડેપોનો છે.

વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો 4 - image


વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો 5 - image

Tags :