For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાત દિવસના સમયમાં ગરમી સંબંધિત બિમારીના મ્યુનિ. હેલ્થ સેન્ટરમાં ૮૮ દર્દી નોંધાયા

વટવા તથા સરખેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ૨૫ લોકોને સારવાર અપાઈ

Updated: May 8th, 2024

    સાત દિવસના સમયમાં ગરમી સંબંધિત બિમારીના મ્યુનિ. હેલ્થ સેન્ટરમાં ૮૮ દર્દી નોંધાયા 

  અમદાવાદ,મંગળવાર,8 મે, 2024

અમદાવાદમાં સતત વધી રહેલી ગરમીની વચ્ચે સાત દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલ સહિત અર્બન હેલ્થ સેન્ટરમાં ગરમી સંબંધિત બિમારીના કુલ ૮૮ દર્દી નોંધાયા હતા. વટવા તથા સરખેજ ખાતે આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ૨૫ લોકોને સારવાર આપવામા આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પિટલ સહિત શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે હેલ્થ વિભાગ દ્વારા ગરમી સંબંધિત બિમારીના દર્દીઓને સારવાર આપવા માટે વ્યવસ્થા કરવામા આવી છે. મે મહિનાના આરંભે એક સપ્તાહમાં ૧૧ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા એક હોસ્પિટલમા કુલ મળીને ૬૩ દર્દીઓને ગરમી સંબંધિત બિમારી અંગે સારવાર આપવામાં આવી હતી.નવ અર્બન હેલ્થ સેન્ટરમાં ૨૫ જેટલા દર્દીઓને સારવાર અપાઈ હતી.નોંધનીય છે કે આ મહિનાના આરંભથી શહેરમાં પડી રહેલી ગરમીના કારણે પેટમાં દુખાવા ઉપરાંત ઉલટી-ડાયેરીયાની તકલીફ થવી કે ચકકર આવી મૂર્છીત થવાના  અત્યાર સુધીમાં કુલ ૧૬૧૨ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.

Gujarat