For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડાપ્રધાન મોદી, આનંદીબેન પટેલ, રૂપાલા, શક્તિસિંહ, ધાનાણી સહિતના ભાજપ-કોંગ્રેસના દિગ્ગજોએ કર્યું મતદાન

Updated: May 7th, 2024

વડાપ્રધાન મોદી, આનંદીબેન પટેલ, રૂપાલા, શક્તિસિંહ, ધાનાણી સહિતના ભાજપ-કોંગ્રેસના દિગ્ગજોએ કર્યું મતદાન

Lok Sabha Elections 2024 : આજે (7 મે, 2024) ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે સામાન્ય નાગરિકોથી લઈને રાજનેતાઓ પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આનંદીબેન પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પરશોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યું હતું. તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, લલિત વસોયા અને ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજોએ પણ મતદાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં કર્યું મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને લોકોને સંબોધ્યા હતા. તેમણે દેશવાસીઓને પણ અપીલ કરી કે તેઓ વધુમાં વધુ ઘરેથી નીકળીને બહોળું મતદાન કરે. મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહે ચાલતાં ચાલતાં રોડ શો પણ કર્યો હતો. 

Article Content Image

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહે કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું. 

Article Content Image

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કર્યું મતદાન

રાજકોટ બેઠકનાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મતદાન કર્યું હતું. રૂપાલાએ પરિવાર સાથે અમરેલીનાં ઈશ્વરીયા ગામે મતદાન કર્યું હતું. પરશોત્તમ રૂપાલા રાજ્યની હાઈપ્રોફાઈલ રાજકોટ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર છે.

Article Content Image

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યું મતદાન

આજરોજ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદના શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.

Article Content Image

બનાસકાંઠાનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કર્યું મતદાન

બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. માતા-પિતાનાં આશીર્વાદ લઈને મતદાન કર્યું હતું. મતદાન કરતા સમયે ગેનીબેન ભાવુક થયા હતા. ગેનીબેને બહોળા પ્રમાણમાં મતદાન માટે અપીલ કરી હતી.

Article Content Image

પરેશ ધાનાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

રાજકોટથી કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. અમરેલીનાં બહારપરાની શાળામાં પરિવાર સાથે મત આપવા માટે પહોંચ્યા હતા. મતદાતાઓ સાથે લાઈનમાં ઉભા રહી પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું.

Article Content Image

વિજય રૂપાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 'વધુમાં વધુ મતદાન માટે પ્રયત્ન કરવામાં આવશે. 400 પારના નારા સાથે લોકો વહેલી સવારથી ઉમટી રહ્યા છે. રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા જંગી લીડથી જીતશે. ગરમી વધુ હોવાથી લોકોને વહેલું મતદાન કરવા અપીલ કરૂ છું.'

Article Content Image

લલિત વસોયાએ કર્યું મતદાન

પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું હતું. તેઓ ધોરાજીની આદર્શ સ્કૂલ મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા.

Article Content Image

હર્ષ સંઘવીએ કર્યું મતદાન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સહ પરિવાર મતદાન કર્યું હતું.

Article Content Image

સી.આર.પાટીલે કર્યું મતદાન

ભાજપ ગુજરાત પ્રમુખ અને નવસારી ઉમેદવાર સી.આર. પાટીલે પરિવાર સાથે મતદાન કર્યું હતું.

Article Content Image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજમાં દીકરા અનુજ પટેલ સાથે મતદાન કર્યું હતું.

Article Content Image

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કર્યું મતદાન
Article Content Image

આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ કર્યું મતદાન
Article Content Image

Gujarat