Gujarat

ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત

By GS TEAM
9 Dec 20251 min read
TukuTouch Logo
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી નાઈટ્રેકસ કંપનીમાં મંગળવારે (નવમી ડિસેમ્બર) વહેલી સવારે એક જોરદાર બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રસાયણિક પ્રક્રિયા દરમિયાન થયેલા આ ગંભીર વિસ્ફોટમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત

Bharuch Jhagadia GIDC Explosion: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી નાઈટ્રેકસ કંપનીમાં મંગળવારે (નવમી ડિસેમ્બર) વહેલી સવારે એક જોરદાર બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રસાયણિક પ્રક્રિયા દરમિયાન થયેલા આ ગંભીર વિસ્ફોટમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

કેમિકલ રિએક્શન દરમિયાન થયો વિસ્ફોટ

પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીના પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બોલ ડાઈઝેસ્ટરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની નજીકમાં કામ કરી રહેલા બે શ્રમિકો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય એક ગંભીર ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: 'વાઈબ્રન્ટ ગુજરાત'નો ફુગ્ગો ફૂટ્યો! 11 હજાર નાના ઉદ્યોગો પર તાળાં લાગતાં હજારો લોકો બેરોજગાર


બ્લાસ્ટથી લોકોમાં ભયનો માહોલ

આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો, અને પ્લાન્ટમાંથી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર GIDC વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. કંપનીના અન્ય કર્મચારીઓ અને નજીકના પ્લાન્ટના શ્રમિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.