તું જ્યાં દેખાય ત્યાં તને મારી નાખીશ! પ્રેમ લગ્ન કરનાર યુવક પર સાળા અને સાસુએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી
Vadodara : વડોદરાના વરણામા ગામમાં રહેતો જીગર વસંતભાઈ પટેલ ડભોઇ રોડ ગણેશ નગર ત્રણ રસ્તા પાસે આવેલ જય જલારામ એલ્યુમિનિયમની ઓફિસમાં નોકરી કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અંજીબેન નગીનભાઈ રાઠવા સાથે સપ્ટેમ્બર 2015 માં લવ મેરેજ કર્યા છે.
ગત તારીખ 30 માર્ચના રોજ હું મારી નોકરી પર હતો તે દરમિયાન મારા સાળો સતીશ નગીનભાઈ રાઠવા, રણસિંઘ અને મારા સાસુ ગજીબેન નગીનભાઈ રાઠવા (ત્રણેય રહે-ખાટીયાવાડ, તાલુકો કવાટ, જીલ્લો-છોટાઉદેપુર) આવ્યા હતા. તેઓએ મારી સાથે ઝઘડો શરૂ કરી માર માર્યો હતો અને ધમકી આપી હતી કે તું જ્યાં દેખાય ત્યાં તને મારી નાખીશ અને એટ્રોસિટીના કેસમાં ફસાવવાની પણ ધમકી આપી હતી. મેં કંટ્રોલરૂમમાં ફોન કરતા તેઓ જતા રહ્યા હતા ત્યારબાદ અમારે સમાધાનની અંદરો અંદર વાત ચાલતી હતી પરંતુ સમાધાન થવું ન હતું.