Get The App

અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો તહેવાર ટાણે બન્યો ઉગ્ર, જૂથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો તહેવાર ટાણે બન્યો ઉગ્ર, જૂથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત 1 - image


Amreli Violence: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામમાંથી દિવાળીના દિવસે (20 ઓક્ટોબર) જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખના કારણે બે જૂથો વચ્ચે ભયંકર અથડામણ થતાં ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ અથડામણમાં આહીર અને પટેલ સમાજના જૂથો સામસામે આવી ગયા હતા, જેમાં કુલ 14 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચોઃ દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું!

અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો તહેવાર ટાણે બન્યો ઉગ્ર, જૂથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત 2 - image

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અમરેલીના સલડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલા મનદુઃખે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બંને જૂથના મળીને 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બંને પક્ષોએ સામસામે એકબીજા પર પાઇપ અને ધોકા વડે માર માર્યા હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. 

અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો તહેવાર ટાણે બન્યો ઉગ્ર, જૂથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત 3 - image

પોલીસની કાર્યવાહી

જૂથ અથડામણના બનાવ બાદ મોડી રાત્રે લીલીયા પોલીસ મથકે બંને પક્ષોના લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું. ઘટનાની જાણ થતાં અમરેલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા બંને ટોળાને સમજાવીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતના ધારાસભ્યોને બખ્ખાં, ગાંધીનગરમાં 220 કરોડના ફાઈવ સ્ટાર સુવિધાવાળા ફ્લેટ મળશે

હાલમાં પોલીસે ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદો (પોલીસ ફરિયાદ) લેવાની અને કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :