Get The App

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ 1 - image

Gujarat IMD Update: રાજ્યભરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 118 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના પોરબંદરમાં 2.83 ઈંચ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ધંધુકામાં પણ 2.48 ઈંચ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

ક્યા કેટલો વરસાદ ખાબક્યો?

રાજકોટના લોધિકામાં 1.61 ઇંચ, છોટા ઉદેપુરના સંખેડામાં 1.54 ઇંચ, ભાવનગરના ઉમરાળામાં 1.34 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 1.26 ઇંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં 1.22 ઇંચ, સુરેન્દ્રનગરના સાયલામાં 1.18 ઇંચ, ભરૂચના જંબુસરમાં 1.18 ઇંચ અને ડાંગના સુબિરમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યના અન્ય 111 તાલુકાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ 2 - image

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ 3 - image

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ 4 - image

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 3 કલાક માટે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં મધ્યમ વરસાદની તીવ્ર આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને જામનગરના આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ  5 નવેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી યથાવત રાખી છે.

વરસાદી માહોલ અને દરિયામાં સંભવિત કરંટને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની તાકીદ કરી છે.