For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપમાં જોડાયા જાણીતા એક્ટર શેખર સુમન, કહ્યું- 'સામાન્ય માણસ છું, હીરામંડીનો નવાબ નથી...'

Updated: May 7th, 2024

ભાજપમાં જોડાયા જાણીતા એક્ટર શેખર સુમન, કહ્યું- 'સામાન્ય માણસ છું, હીરામંડીનો નવાબ નથી...'

Shekhar Suman join BJP : બોલિવૂડ એક્ટર શેખર સુમને ફરી એક વખત રાજકારણમાં એન્ટ્રી કરવાનો નિર્ણય કર્યો છે. હા, સંજય લીલા ભણસાલીની વેબ સીરિઝ 'હીરામંડી'માં નવાબ ઝુલ્ફીકાર અહેમદની ભૂમિકા ભજવનાર અભિનેતા મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયા છે. રસપ્રદ વાત એ છે કે અગાઉ 2009માં શેખર સુમને કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી લોકસભાની ચૂંટણી લડી હતી. જોકે તેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં તેમણે બીજી વખત રાજકીય દાવ ખેલવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા છે.

શેખર સુમને શું કહ્યું?

ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ શેખર સુમને કહ્યું, 'ગઈકાલ સુધી મને ખબર ન હતી કે હું આજે અહીં બેસવાનો છું. જીવનમાં આવી ઘણી ઘટનાઓ જાણ્યે-અજાણ્યે બને છે. હું અહીં ખૂબ જ સકારાત્મક વિચારસરણી સાથે આવ્યો છું અને ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને અહીં આવવાનો આદેશ આપ્યો અને હું ભાજપમાં જોડાયો.’

થોડા સમય બાદ શબ્દોનો કોઈ અર્થ રહેતો નથી : શેખર

'જ્યારે તમારી વિચારસરણી સારી હોય છે ત્યારે બધું સારું જ હોય છે અને સારું જ થાય છે. મારા મનમાં કોઈ નકારાત્મક વિચારો નથી. આ ક્ષણે મારા મગજમાં માત્ર દેશ છે, દેશસેવા છે. હું સમજું છું કે માણસો શબ્દો પર ઘણો આધાર રાખે છે પરંતુ થોડા સમય પછી શબ્દોનો કોઈ અર્થ રહેતો નથી. જો હું ઈચ્છું તો હું અહીં બેસીને આખો દિવસ ભાષણ આપી શકું છું, પરંતુ તેનો કોઈ અર્થ નથી, અર્થ ત્યારે જ આવશે જ્યારે હું કંઈક કરીશ તેથી જ હું કઈંક કરવા આજે ભાજપમાં જોડાયો છું.’ તેમ શેખર સુમને ઉમેર્યું હતુ.

હીરામંડીમાં નવાબના પાત્ર અંગે પૂછવા પર શેખર સુમને કહ્યું કે, હું હીરામંડીના હીટ થવાની રાહ જોઈ રહ્યો હતો જેથી લોકો એવું ન કહે કે હું ખાલી હતો. મારી નવાબિયત હીરામંડી સુધી સીમિત છે.

Gujarat