વાયદા બજાર ખુલતાની સાથે જ સોનામાં એકઝાટકે 1921 તો ચાંદીમાં 5387 રૂપિયાનો કડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold-Silver Price Drop: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરતાં વૈશ્વિક પરિબળોની સીધી અસર ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર જોવા મળી રહી છે. આજે બજાર ખૂલતાંની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં એકઝાટકે મોટો કડાકો બોલી ગયો છે. કિંમતી ધાતુઓમાં જોવા મળેલી ભારે વેચવાલીને કારણે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1921 રૂપિયા અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 5387 રૂપિયાનો આકરો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકોમાં ભારે હલચલ મચી ગઈ છે.
સોનાના જૂના બંધ ભાવ અને આજના ઓપનિંગ આંકડા
તસવીરના ડેટા અનુસાર, સોનાનો જૂનો બંધ ભાવ (Prev. Close) 143478.00 રૂપિયા હતો. આજે જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે સોનું 142633.00 રૂપિયાના ભાવે ઓપન (Open) થયું હતું. બજાર દરમિયાન સોનાએ 142633.00 નો હાઈ (High) અને 141557.00 નો લો (Low) બનાવ્યો હતો.
ચાંદીના જૂના બંધ ભાવ અને આજના ઓપનિંગ આંકડા
બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું પડ્યું છે. ચાંદીનો જૂનો બંધ ભાવ (Prev. Close) 222664.00 રૂપિયા હતો, જેની સામે આજે બજાર ખૂલતાની સાથે જ ચાંદી 218648.00 રૂપિયાના સ્તરે ઓપન (Open) થઈ હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીમાં 218667.00 નો હાઈ (High) અને 217277.00 નો લો (Low) જોવા મળ્યો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ સહિતના આ વૈશ્વિક કારણો જવાબદાર
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સોના-ચાંદીના ભાવમાં આવેલા આ અચાનક ઘટાડા પાછળ વૈશ્વિક કટોકટી અને આંતરરાષ્ટ્રીય દબાણ મુખ્ય કારણ છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વકરવાને કારણે વૈશ્વિક એનર્જી અને કોમોડિટી માર્કેટમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે યુએસ ડોલરની મજબૂતી, વૈશ્વિક શેરબજારોની વધ-ઘટ અને મોટા રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ (નફો વસૂલવા માટે કરાતી વેચવાલી) જેવા અન્ય કારણોસર પણ બજારમાં આ પ્રકારનો કડાકો જોવા મળ્યો છે.









