ગુજરાત ટેરર મોડ્યુલ પર સકંજો: જૈશ કેસમાં સિદ્ધપુરથી વધુ 5 શખસોની અટકાયત કરી અમદાવાદ લવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat ATS Search Operation: ગુજરાત અને મધ્ય પ્રદેશ ATS દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાત એટીએસ ટીમ દ્વારા સિદ્ધપુરમાં ગઈકાલે (13મી જુલાઈ) સાંજે પાંચ શખસોને પૂછપરછ માટે ડિટેઇન કરીને અમદાવાદ લાવવામાં આવ્યા છે.
સિદ્ધપુરમાં એટીએસનું મેગા સર્ચ ઓપરેશન
આ અંગે ગુજરાત એટીએસના ડીવાય. એસપીએ જણાવ્યું કે, 'એટીએસની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે ગઈકાલે સાંજે તાત્કાલિક કાર્યવાહી કરીને સિદ્ધપુરના 5 લોકો ડિટેઇન કર્યા હતા. તેની વધુ પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે. આ શખસો કયા આતંકી ગ્રૂપ સાથે સંકળાયેલા છે અથવા તેઓ કઈ ગુનાઈત અને દેશવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવાની ફિરાકમાં હતા તે અંગે હાલ પૂછપરછ ચાલી રહી છે.'
ઉલ્લેખનીય છે કે, જૈશ-એ-મોહમ્મદના 8 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા બાદ સિદ્ધપુરમાંથી વધુ 5 જેટલા સંદિગ્ધ ઇસમાને પકડી પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા ATS ટીમોએ સિદ્ધપુરમાં તપાસ શરૂ કરી હતી.









