Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાચી મિત્રતા

અમથાલાલ તો ખુશ થઈ ગયા અને વૃક્ષ ઉપર લટકતી કેરીઓ જોઈને લલચાઈ ગયાં, પણ કેરીઓ આંબા પર ખૂબ ઊંચે હતી. આંબો જાણે અમથાલાલની મૂંઝવણ સમજી ગયો હોય તેમ થોડો હલ્યો અને એક કેરી નીચે પડતી દેખાઈ

અમથાલાલ કામ માટે રોજ સવારે સાઇકલ લઇને શહેર જતાં અને સાંજે પાછા ફરતાં. આ દરમિયાન તેમને એક જંગલમાંથી પસાર થવું પડતું. પાછા ફરતી વેળા તે રોજ થાક ઉતારવાં એક આંબાના વૃક્ષ નીચે આરામ કરતાં. આ એમનો રોજનો નિત્યક્રમ બની ગયો હતો, તે રોજ એજ જગ્યા પાર આંબાના વૃક્ષ નીચે આરામ કરતાં. આંબાના વૃક્ષના છાયાંમાં લંબાવીને અમથાલાલનો આખા દિવસનો થાક ઉતરી જતો. ધીરે ધીરે તેમને તે વૃક્ષ પ્રત્યે એક આત્મીયતાની લાગણી થવા લાગી હતી. બીજી તરફ પેલા આંબાની પણ એજ હાલત હતી. જે દિવસે અમથાલાલ કોઈ કારણસર મોડા પડે કે ન આવે તો આંબો આકુળ વ્યાકુળ થઈ ઉઠતો.

આમ ને આમ સમય વીતતો ગયો, આંબા અને અમથાલાલની મિત્રતા વધુ ગાઢ થતી ગઈ. ઉનાળાની ઋતુ આવીને આંબા પર લચ્ચાલૂમ કેરીઓ આવવાં લાગી. શરૃઆતમાં તો અમથાલાલે કંઈ ધ્યાન ન આપ્યું પણ એક દિવસ તે આંબા નીચે સૂતો હતો અને અચાનક એક પાકી કેરી તેના પેટ ઉપર આવીને પડી, પાકીગલ કેરી જોઈને અમથાલાલને મોઢામાં પાણી આવી

ગયું અને તે કેરી ખાઈ ગયાં. મધમીઠી કેરી ખાઈને અમથાલાલ તો ખુશ થઈ ગયા અને વૃક્ષ ઉપર લટકતી કેરીઓ જોઈને લલચાઈ ગયાં, પણ કેરીઓ આંબા પર ખૂબ ઊંચે હતી. આંબો જાણે અમથાલાલની મૂંઝવણ સમજી ગયો હોય તેમ થોડો હલ્યો અને એક કેરી નીચે પડતી દેખાઈ અમથાલાલે તો ચપળ ક્રિકેટરની અદાથી કેરી ઝીલી લીધી. આંબો પણ આનંદમાં આવી ગયો એક-એક કરીને પાકી કેરીઓ પાડતો ગયો ને અમથાલાલ ઝીલતા ગયાં.

આમ રોજ આંબો અમથાલાલને મધમીઠી પાકી કેરીઓ આપવા લાગ્યો. અમથાલાલ થોડી કેરી ઘરમાં ખાવા રાખતાં અને બાકીની સગાવહાલા અને મિત્રોને ખવડાવતાં. એ આંબા પર રહેતો એક પોપટ આ બધું જોયાં કરતો. આંબા ને આમ બધી કેરીઓ અમથાલાલને પધરાવતાં જોઈ તેને ચિંતા થવા લાગી, તેણે આંબાને ક્હયું આંબાભાઈ આ માનવ જાત સાથે બહુ ભાઈબંધી સારી નહિ. અમથાલાલ એકદમ સ્વાર્થી માણસ લાગે છે, રોજ કેરીઓ લઈ જાય છે, ના પડતો જ નથી. આંબાએ કહ્યું તારી વાત સાચી કે માણસ જાત ઉપર ભરોસો નો રખાય પણ અમથાલાલ તેવા નથી, તે મારા સાચા મિત્ર છે.

થોડા સમયમાં આંબા પરની બધી કેરીઓ ખાલી થઇ ગઈ. જોગાનુજોગ બન્યું એવું કે અમથાલાલને બહારગામ જવાનું થયું અને તે બે ત્રણ દિવસ દેખાયા નહિ. પોપટે તો આ તકનો લાભ લઈ આંબાને સંભળાવી દીધું, જોયું અંબાલાલ તમારા મિત્ર અમથાલાલનો સ્વાર્થ પૂરો થઇ ગયો, કેરી ખતમ દોસ્તી ખતમ. આંબો ચૂપચાપ પોપટની વાત સાંભળતો રહ્યો. એક દિવસ સવારમાં બે અજાણ્યા ઇસમો આવ્યાં આંબા ને જોઈ તેનું બરાબર નિરીક્ષણ કરવા લાગ્યાં અને થોડી વારમાં ચાલ્યાં ગયાં.

બપોર પછી તે બે અજાણ્યાં ઇસમો તેના બીજા બે સાથીદારો સાથે કરવત, રસ્સો, કુલ્હાડી જેવા સાધનો લઇને આવી પહોંચ્યા. પોપટ આ બધું જોઇને સમજી ગયો કે તે લોકો આંબાને કાપવા આવ્યા છે, રખેને કોઈની નજર મારા પર પડશે તો મને પકડી લેશે એમ વિચારી આંબાને છેલ્લા રામ રામ કરી ફુરરર કરી ઉડી ગયો. બન્યું એવું કે અમથાલાલ બહારગામથી પરત ફરી રહ્યા હતાં તેમને થયું કે લાવ મારા દોસ્ત આંબાને જોતો જાવ અને તે ત્યાંથી નીકળ્યાં, તેણે પેલા ચાર અજાણ્યા માણસોને જોયા અને તેમની પાસે કુહાડી કરવત બધું જોઈને સમજી ગયાં કે નક્કી આ લોકો આંબાના વૃક્ષને કાપવાની પેરવીમાં છે.

આંબો તો અમથાલાલને જોઈને આનંદમાં આવી ગયો કે અમથાલાલ તેને બચાવી લેશે, પણ અમથાલાલ તો ચૂપચાપ ત્યાંથી નીકળી ગયાં. આંબો નિરાશ થઇ ગયો, તેને થયું કે પોપટ સાચું કહેતો હતો માણસ જાત પર ભરોસો કરવો નકામો, તે ફક્ત પોતાનો સ્વાર્થજ જોવે. આંબો દુ: ખી થઇ આંસુ સારી રહ્યો હતો અને પેલા ચાર માણસો તેને કાપવાની તૈયારી કરી રહ્યા હતાં. થોડી વાર થઇ ત્યાં અમથાલાલ આવતાં દેખાયા તેમની સાથે જ જંગલખાતાના અધિકારી અને સ્ટાફના માણસો હતાં. અધિકારી સાહેબે તરત જ પેલા ચાર માણસો કે જે વૃક્ષને કાપવાની તૈયારી કરી રહ્યા તેમને દબોચી લીધા.

અધિકારી સાહેબે અમથાલાલનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે જંગલના વૃક્ષોનું નિકંદન કાઢી ટોળકી ને પકડાવી છે અને આમ પર્યાવરણને થતા નુકશાનને અટકાવવામાં મદદ કરી છે.

અમથાલાલે કહ્યું સાહેબ આ તો મારી ફરજ હતી આ આંબો મારો મિત્ર છે અને એક મિત્રનો જીવ બચાવી મેં મારો મિત્રધર્મ અદા કર્યો છે. આંબાની આંખમાંથી ખુશીના આંસુ સરી પડયા તેની ડાળીઓ ઝુકી ગઈ જાણે અમથાલાલનો આભાર વ્યક્ત કરતી હોય. પેલો પોપટ પણ સામેના વૃક્ષ પરથી આ બધું નિહાળી રહ્યાં હતાં, તેને પોતાના વાણી અને વર્તન બદલ પસ્તાવો થઇ રહ્યો હતો અને આંબો તેને મૂકપણે કહી રહ્યો હતો કે બધા માણસો સ્વાર્થી ના હોય અમથાલાલ જેવા સાચા મિત્ર પણ હોય.

જંગલખાતાના અધિકારી સાહેબે કહ્યું અમથાલાલ આ એક વૃક્ષ નહિ પણ દરેક વૃક્ષ માનવજાતિના મિત્ર છે અને આપણે તેમનું જતન અને રક્ષણ કરીશું તો જ આપણી આવનાર પેઢી માટે પર્યાવરણ બચાવી શકીશું.

અમથાલાલે સાહેબની વાતનો સહર્ષ સ્વીકાર કર્યો અને આંબાને ભેટી પડયા.

- બિમલ રાવલ

Post Comments