Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દૂધ પિવાય, લોહી નહીં

એક વાર એક વેપારી સાથે શ્રીમદ્ રાજચંદ્રજીએ હીરાના સોદા કર્યા. એવું નક્કી કરવામાં આવ્યું કે, અમુક સમયે નક્કી કરેલા ભાવ પ્રમાણે એ વેપારીએ શ્રીમદ્ રાજચંદ્રજીને અમુક હીરા આપવા.

આ બાબતનો ખતપત્ર પણ એ વેપારીએ લખી આપ્યો હતો.

પરંતુ એવું બન્યું કે, સમય પાકતાં એ હીરાની કિંમત ખૂબ જ વધી ગઇ.

એ વેપારી ખતપત્ર પ્રમાણે શ્રીમદ્જીને હીરા આપે તો તેને બહુ ભારે નુકસાનીમાં ઊતરવું પડે; પોતાની બધી જ માલ-મિલકત વેચી દેવી પડે છે.

આ બાજુ શ્રીમદ્જીએ જ્યારે હીરાની કિંમતની બજારભાવની ખબર પડી, ત્યારે તેઓ તરત જ પેલા વેપારીની દુકાને જઇ પહોંચ્યા.

શ્રીમદ્જીને દુકાને આવેલા જોઇને પેલો વેપારી તો ગભરાઇ ગયો. તેણે કહ્યું, ''રાયચંદભાઇ, આપણી વચ્ચે થયેલા હીરાના સોદા અંગે હું ખૂબ ચિંતામાં પડી ગયો છું.

મારું જે થવાનું હોય એ ભલે થાઓ, પણ તમે આટલી ખાતરી રાખજો કે હું તમને આજના બજારભાવે સોદો ચૂકવી આપીશ.''

આ સાંભળીને શ્રીમદ્ રાજચંદ્ર કરુણાસભર સ્વરે બોલ્યા, ''વાહ ભાઇ ! હું ચિંતા શા માટે ન કરું ? તમને સોદાની ચિંતા થતી હોય તો મને શા માટે ચિંતા ન થવી જોઇએ ? પરંતુ આપણા બન્નેની ચિંતાનું મૂળ કારણ તો આ કાગળિયું જ છે ને ? એનો જ નાશ કરી દઇએ તો આપણા બન્નેની ચિંતા મટી જશે.

એટલા બધા રૃપિયા હું તમારી પાસેથી લઉં તો તમારી શી વલે થાય ? પરંતુ રાયચંદ દૂધ પી શકે છે, લોહીં નહીં.'' એમ કહી શ્રીમદ્જીએ સહજ ભાવે પેલો દસ્તાવેજ ફાડી નાખ્યો.

- મિતેશભાઇ એ. શાહ
 

Post Comments