Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મધપુડો

મધપુડો-હરીશ નાયક

ભોજપુરી ભેળપુરી-વિકટ કવિ છટક પટક

એક ગામડિયા જેવો માનવી ઊભો થયો. મૂછ દાઢીમાં તે ખોવાયો છે. માથે પાઘડું છે. સાથમાં રાવણહથો છે. પોશાક અને દેખાવ ઉપરથી એ કોઈક ચારણ જેવો લાગે છે

રા જા ભોજનો દરબાર ભરાયો છે કવિ કાલિદાસની ગેરહાજરી છે. જાતજાતની કવિતાબાજી ચાલે છે. તે વખતે જ એક કવિની પધરામણી થઈ.
'કોણ છો આપ ?'
'વિક્ટ કવિ.'

'ખરું છે. લાગે જ છો આપ વિક્ટ કવિ. અવળું-સવળું'
ગમે તે રીતે તમારું નામ બોલીશું તોય એક જ થવાનું.
અમે 'ભોજ'છીએ પણ ઉલટાવવા જઈશું તો અમારો

'જભો'થઈ જશે. પણ તમે તો ઊલટા સીધા અને એ જ રહેવાના. આવો વિક્ટકવિ. શું લાવ્યા છો ?
'વિક્ટ- કવિતા.'
'શરૃ કરો.'

'એમ નહીં. અમે છીએ ભોજપુરી કવિ. અમારી કવિતા પણ ભોજપુરીમાં જ છે. તમારે તમારા કવિઓને સમજાવી દેવાની.'

'અરે કવિરાજ ! ભોજન દરબારમાં બધી ભાષા ચાલે છે તો ભોજપુરી નહીં ચાલે ? અરે ભોજપુરી શું, તોતાપુરી, રાજાપુરી, સોનાપુરી, જે પુરી હશે તે ચાલશે. ફરમાવો.'
'ના. એમ નહીં.'
'તો પછી કેમ ?'

'હું દસ વિકટ કવિતાઓ કહીશ. એના તમે કે તમારા કવિઓે અરથ કહેવાના. જો સમજૂતી કહી શક્શો તો હું મારો આ સાફો અહીં ઉતારી જઈશ, નહીં તો આપનું માન જળવાય તેવું ઇનામ આપજો.'
રાજા ભોજ કહે : 'આપની શરત મંજૂર વિક્ટજી ! હવે શરૃ કરો કવિતાજી.'
'આહાં આહાં આહાં...' કવિએ તો એકદમ શરૃ જ કરી દીધું.
બધાંની આંખોમાં એકદમ ચમક આવી ગઈ,

ભોજ રાજા કહે : 'અરે, ભાઈઓ ! પૂરી વિક્ટતા તો સાંભળો. પછી ગણગણો.'
કવિએ આખી વિકટતા એકસાથે કહી સંભળાવી :
આહાં આહાં આહાં
છ ગોડ, દુ બાહાં,
પીઠિયા ઉપર પોછિ જામલ
ઇ તમાસા કાહાં.
રાજા ભોજે ખડખડાટ હસી દીધું.
ગણગણાટ એકદમ વધી ગયો, કવિને બીજી વાર બોલવાનું કહેવાયું : કવિએ બીજી વાર કવિતા સંભળાવી.

રાજાની વિનંતીથી ભોજપુરી સમજતા બીજા એક કવિએ બધાને સમજાય એ ભાષામાં એનો પોતાની રીતે તરજૂમો કરી દીધો. જવાબ એ જ રહે, ભાવ એ જ રહે, સમજૂતી એ જ રહે અને છતાં વિક્ટ કવિતા બની રહે એ રીતે એમણે કવિતા કહી :
આપો અમને સાથ
છ પગ ને બે હાથ
પીઠ ઉપર છે પૂંછડું
જેનો રોજનો છે સંગાથ

એમ સમજ ઉપજાવી એમણે વિક્ટ કવિ તરફ જોયું : 'બરાબર ?'
કવિ કહે : 'બરાબર.'
એક કહે : 'અરે, આ તો ઉખાણું છે.'
બીજો કહે : 'અરે આ તો જોડકણું છે જોડકણું.'
ત્રીજો કહે : ' અમે આને કોયડાબાજી કહીએ છીએ.'

રાજા ભોજ કહે : ' જે કહેતા હો તે કહો. પણ કવિને પાંચ મિનિટમાં જવાબ આપો.'
એકદમ પાછો ગણગણાટ થયો. બધા વિચારતા હતા, કે લાગે છે કોઈક પશુ જ. એવું કે જેને છ પગ હોય, બે હાથ હોય અને પીઠ ઉપર પૂછડું હોય ! પણ એવો તે વળી ક્યો જીવ હોય કે જેનો રોજનો સંગાથ પણ હોય !

અમારા બાળસાથીઓ, રાજાભોજના દરબારમાં ગણગણાટ ચાલે છે. તમે પણ તમારો ગણગણાટ ચાલુ કરો. ભોજના કવિ દરબાર કરતાં પહેલાં જ એ કવિની વિક્ટતા ભેદી નાખો. વિક્ટતા છે જ નહીં. એકદમ સરળ વાત છે, પણ જોજો પાંચ મિનિટથી વધારે સમય થવા જ ન દેશો હં !
(૨)
છ પગ છે.
બે હાથ છે.
પીઠ ઉપર પૂંછડું છે.
રોજનો સંગાથ છે.
શું હશે એ ?

દરબારીઓ ગૂંચવાયા. કવિઓએ માથાં ખંજવાળ્યાં.
ખાણાબાજોએ ભેજાં ઉપર ટકોરા મારી જોયાં.
અંદર અંદર ગુસપુસ થઈ રહી.
એટલામાં પાંચ મિનિટ પૂરી થવા આવી.

વિક્ટકવિ કહે : 'મહારાજ ! હવે આપ કહો તો જવાબ આપી દઉં, અને બીજી વિક્ટ કવિતા રજૂ કરું.'
'માપિયું, તરાજવું, વજનમાપિયું.'
સભામાંથી કોઈક બોલી ગયું.
એ વાત સંભળાતાં જ બધા આભા બની ગયા. 'અરે હા ! આપણે તો એને કોઈ જીવ કે પશુ ધારતા હતા. પણ એ તો હતું વજન માપવાનું ત્રાજવું !'

એના બે હાથ પણ બરાબર. છ પગ પણ બરાબર અને ઉપરથી પકડવા માટે દોરી કે આધાર જોઈએ એટલે પીઠ પરનું એ પૂછ્ડું પણ બરાબર.
'કોણ હતું એ ? કોણે શોધી દીધો જવાબ ?'
મહારાજએ હાંક દીધી.

એક ગામડિયા જેવો માનવી ઊભો થયો. મૂછ દાઢીમાં તે ખોવાયો છે. માથે પાઘડું છે. સાથમાં રાવણહથો છે. પોશાક અને દેખાવ ઉપરથી એ કોઈક ચારણ જેવો લાગે છે.
મહારાજાએ એને શાબાશી આપી. વિક્ટકવિને પૂછી જોયું.
'જવાબ બરાબર ?'

વિક્ટકવિ કહે : 'બરાબર, મારા પણ એ શોધકને સાધુવાદ છે. હવે બીજી વિક્ટકવિતા આ મુજબ છે. જુઓ જોઈએ.'

તેમણે બરાબર રાગ કાઢીને એકએક વાત સંભળાય એ રીતે પોતાની ભોજનપુરીમાં કસોટી રજૂ કરી :
લરિકાઈમેં દુઈ સિંગ
જવાનીમેં નાહી,
બુઢૌતી મેં ફેનુ હુઈ
ગાય- ભેંસ હા નાહીં.

બે વખત એણે એ કવિતા લલકારી. રાજા ભોજના રાજકવિએ એનો અર્થ સમજાવ્યો :
બાળપણમાં બે-બે શિંગડાં
જવાનીમાં છે એકે નહીં,
ઘડપણમાં પાછાં બે થાય
ગાય-ભેંસ ના, એ છે નહીં.

ગણગણાટ પાછો શરૃ થયો. ડહાપણના ભંડાર વિચારતા થઈ ગયા કે એવું ક્યું પશુ છે, જેને બાળપણમાં બે શિંગડાં હોય, એ જુવાનીમાં આવે અને એક પણ શિંગડું હોય નહીં. વળી પાછો એ જીવ ઘરડો થાય એટલે એને બે શિંગડાં હોય ?

પહેલાં કરતાં પણ આ કોયડા- કવિતામાં વધુ સરળતા છે.
સભા ગણગણે છે. તમે પણ ગણગણો કોયડા શોખીન કિશોરો !
પણ પાંચ મિનિટનો જ ગણગણાટ હં ! એક મિનિટ વધારે કે હારીજ ગયા ગણાશો. બધાંને ભેગાં થઈને આ

વિક્ટતા ઉકેલવાની છૂટ છે.
બાળપણમાં બે શિંગડાં.
જુવાનીમાં શિંગડાં ગુમ.
ઘડપણમાં પાછાં બે શિંગડાં.
કયું હોઈ શકે એ પશુ ? ક્યો હોઈ શકે એ જીવ ?

રાજા ભોજ હસે છે. કવિઓ અંદરોઅંદર વિચારણા કરે છે. ડહાપણ દોડાવે છે. કપાળમાં કરચલીઓ પાડે છે. આંખો ઝીણી કરે છે.

પાંચ મિનિટ પતી જવા આવી
વિક્ટકવિ કહે : 'હું ખુલાસો કરું કે ?'

તરત પેલો ગામડિયો ઊભો થયો. તે કહે : 'વિક્ટજી ! રાજાભોજની સભાને ઓછી ના આંકો જી. અમારી પાસે જવાબ તૈયાર છે જી. તમે કહો તો તમને કહી સંભળાવીએ જી.'
વિક્ટકવિ કહે : 'કહી સંભળાવો. જરૃર કહી સંભળાવો.'

ગામઠી કવિ કહે : 'તમારી વિક્ટ કવિતાનો જવાબ છે : ચાંદામામા !'
'શાબાશ મામા !' વિક્ટકવિથી પણ બોલી જવાયું.

અને કેટલાક હજી મૂંઝાતા હતા. ગોથું ખાતા હતા.
તેમને તેઓ કહે : 'ચાંદો બીજનો હોય છે તે વખતે એવો લાગે છે કે જાણે તેને બે શિંગડાં છે. બીજ તેનું બાળપણ છે. જુવાનીમાં તેનાં શિંગડાં અદૃશ્ય થઈ જાય છે. જુવાની એટલે પૂનમ. એ રીતે પૂરી રીતે પ્રકાશતો હોય છે. શિંગડાં ફિંગડાં હોતાં નથી, અને પૂનમ બાદ ફરીથી એ નાનો નાનો થવા લાગે છે. એ રીતે અમાસ પહેલાંની બારસ- તેરશે તો વળી પાછાં તેને શિગડાં ફૂટી નીકળે છે.'

ખુલાસો સાંભળી સાંભળનારા રાજી થઈ ગયા.
આગળ કહે : 'થવા દો વિકટજી ! હવે નવી કવિતા !'

વિકટ તો જાણે વિક્ટ કવિતાના ભંડાર હતા. તેમણે તો દુહાની જેમ લલકારી દીધું.
માટી કી મટકી
કાઠે કી ગાય,
આહિરા છનાઈ
ન ગઈયા દુહાય.
બે વખત વિક્ટકવિએ ગાણું ગાયું, તો તરત જ સહુ સતથી અરથ રજૂ કરાયો :

માટીની મટકી
ને લાકડાની છે ગાય,
પગ બાંધે આહિર
તો જ ગાય દોવાય.

ફરી ફરીને એ વાત સહુએ સાંભળી. મનોમન કંઈક વાર ઘૂંટી પણ ખરી. વધુ સમજૂતી માગી તો કહેવાયું કે : 'માટીની મટકી છે, લાકડાની ગાય છે, આહિર એટલે કે દોહનાર જ્યારે પોતાના પગે દોરડું બાંધે છે, તો જ ગાય દોહી શકાય છે.'

આ વખતે તો સભાએ ગાંઠ બાંધી કે ગામડિયાને નહીં જીતવા દેવો. પોતે જ જવાબ શોધી કાઢવો.
શિશુ- સભાજનો ! એકદમ સરળ વિક્ટતા છે, ભોજની સભા કરતાં આગળ વધી જાવ તમે, અને કહી જ સંભળાવો. પણ પાંચ મિનિટથી વધારે સમય નહીં લેવાનો હોં કે ?

(૪)

દૂધ દોહવાનું વાસણ ઘણું ખરું માટીનું હોતું નથી, એ તો હોય છે. તાંબાનું, પતરાનું કે બીજી ધાતુનું. અને ગાય કંઈ કાઠની એટલે કે લાકડાની હોતી નથી. ઉપરથી આહિર ગાય દુહે છે તે ગાયના પગ બાંધે છે, પોતાના નહીં.
એવી ગાય કઈ હશે ?

બધા વિચાર કરતા થયા. અને સમય થયો. એટલે નાછૂટકે પેલા ગામડિયા સામે જોતા થઈ ગયા.
શું થાય ? નહોતું જોવું છતાં જોવાઈ જ ગયું.

ગામઠીભાઈ સમજી ગયા અને તરત હોલી દીધું : 'તાડ, તાડી અને નીરો.'
ગામવાસીભાઈ! વાહ !

રાજાના કહેવાથી એ ગામકવિએ સમજૂતી પણ આપી : 'તાડના ઝાડ ઉપર તાડી પાડનાર પોતાના પગે દોરી બાંધીને ચડે છે. ઉપર ઝાડને એટલે કે કાઠની ગાયને તે માટીની મટકી બાંધે છે. એ મટકી ભરાય છે. સવારનો એ તાજો રસ નીરો કહેવાય છે, તાપ થતાં એમાં ખટાશ આવવા લાગે છે, અને તે તાડી બની જાય છે.'

આવો અચૂક જવાબ સાંભળી વિક્ટકવિએ પણ ગામઠીભાઈને અભિનંદન આપી દીધા અને પોતાની નવી વિક્ટ કવિતા વહેતી મૂકી.
લલકારીને તેઓ કહે :

ફર પર પેડ
પેડ પર માટી
દેખત રહત
એક સંગાથી
ઉ સંગાથી
અજગુત કોન
આગી કી હેઠા
અદહન દોન ?

બે વાર વિક્ટકવિએ પોતાની ભોજપુરી ભાષામાં એ વિક્ટ કવિતા લલકારી. બધાને સમજ પડી નહીં, એટલે રાજાના આદેશથી એ જ રચના સરળ ગુજરાતીમાં આ મુજબ રજૂ કરવામાં આવી :

ફળ પર ઝાડ
ઝાડ પર માટી
જોઈ રહ્યો ્ને
એક સંગાથી
એ સંગાથી
અચરજ કોણ ?
આગની હેઠળ
આંધણ દોણ !

એટલે કે 'ફળ ઉપર ઝાડ છે, ઝાડ ઉપર માટી છે, એને એક સંગાથી જોઈ રહે છે, અચરજ પામી રહે છે. કહો જોઈએ એ નવાઈની ચીજ કઈ છે કે જેમાં આગની નીચે આંધણની દોણી ગોઠવાયેલી છે ? સભાને મજા પડી. વિક્ટ કવિતા ગમી. પણ સાથે જ તેઓ મૂંઝાયા પણ ખરા ! ઇશારતથી પૂછી, પૂછી વાતો કરતા થઈ ગયા.'

વિક્ટકવિ કહે : 'આ વખતની કવિતા અગાઉના કરતાં વળી વધુ સરળ છે. તમે જરૃર ઝટ શોધી કાઢશો.'
મારા વારતાસાથીઓ ! તમે પણ મદદ કરો. રાજાભોજના દરબારીઓને, તેના કવિઓને. અને બતાવી આપો કે રાજાના કવિઓ કરતાં આ બાળકવિઓ જરા પણ ઊતરતા નથી.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments