Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આકાશથી ઊંચો રાષ્ટ્રધ્વજ- હરીશ નાયક

ઝંડા ઊંચા રહે હમારા
આઝાદ હૈ યે દેશ હમારા
આકાશથી ઊંચા ઝંડા હમારા
સૂરજ કા પ્યારા ઝંડા હમારા
યે ઝંડા શેરી કા ઝંડા હૈ
અહિંસક ગાંધીજીકા યે ડંડા હૈ


આઝાદીની ચળવળ જાતજાતની રીતે શરૃ થઈ ગઈ હતી. કોઈ જગાએ સભા ભરાતી, કોઈ જગાએ વિદેશી વસ્ત્રોની હોળી થતી, કોઈ જગાએ રાષ્ટ્રીય ગીતોના બુલંદી સાથે ગાન થતા.

ગોરી સરકારને ખબર પડતી કે તરત જ તેના સૈનિકો દોડાદોડ કરી મૂક્તાં. એ ફોજનાં માત્ર કપ્તાન જ ગોરો હોય, લશ્કરમાં તો બધાં ભારતીય જવાનો જ હોય ! આપણા જવાનો આપણને મારે એ દૃશ્ય પણ ગુલામીનું એક દૃષ્ટાંત હતું. માટે લડતાં દેશવાસીઓને તેઓ ન મારે તો તેમને મારી નાખવામાં આવતાં.
બ્રિટિશ સરકારને ખળભળેલી રાખવા જાતજાતના તુક્કાઓ અજમાવાઈ રહેતાં. તે દિવસોમાં તહેવાર એટલે રાષ્ટ્રીય તહેવાર. કોઈ શહીદ- દિન, કોઈ જેલ-દિન, કોઈ નેતાનું પ્રવચન, કોઈ- જેલનો બળવો !

એક એવા જ દિવસે નક્કી થયું કે શેરીએ શેરીએ રાષ્ટ્રધ્વજ ઊંચો કરવો. હજી આઝાદીના ફાઈનલ રાષ્ટ્રધ્વજનું પ્રતીક નક્કી થયું ન હતું. પણ તિરંગો તો નક્કી જ હતો, વચમાં ગાધીજીનો રેંટિયો મૂકી દેવામાં આવતો.

તે દિવસે સુરતની દરેક શેરીએ પોત પોતાના ઊંચામાં ઊંચા સ્થાનક પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું નક્કી થયું.

સગરામપુરા આઝાદીની ચળવળનું હંમેશા પહેલું ચળવળિયુંં પર હતું. તેની લગભગ બધી શેરીઓ ગાંધીશેરી આઝાદશેરી નહેરૃશેરી કે સરદારશેરી બની ચૂકી હતી. પણ દેસાઈશેરી અને ઝંડાશેરી બધામાં અગ્રેસર હતી.

સવારનો પહેલો સૂરજ ક્યા રાષ્ટ્રધ્વજને સલામ કરે છે. એ જોવાની સ્પર્ધા હતી. દેસાઈ શેરીનો ધ્વજ ઊંચો હતો, પણ એટલો ઊંચો ન હતો અને જરાક- સહેજ- નાનો હતો. એથી કંઈ દેશદાઝ ઓછી વરતાતી ન હતી. એ શેરીના અનાવિલો અને બ્રાહ્મણો શહીદી માટે તૈયાર જ હતા. પણ વટમાં વટ હતો ઝંડાશેરીનો જ્યાં સરિયામ ચાર રસ્તા પડે છે ત્યાં હનુમાનની નાની દહેરી હતી. ત્યાં જ સુધરાઈના બીજા થાંભલા હતા. હનુમાનનો ધ્વજ હતો જ ત્યાં એક જાડો થાંભલો એટલો ઊંચો હતો કે આકાશ સુધી પહોંચી જતો. સરકારે જ કાંઈક ખાસ હેતુ માટે એ સ્તંભ ઊભો કર્યો હશે !

ઝંડાશેરીના વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે એજ થંભ ઉપર આપણે રાષ્ટ્રધ્વજ ચઢાવી દઇએ. બે વિદ્યાર્થીઓ એ માટે તૈયાર થયા અડધી રાત પછીના સમયે એ બંન્ને શિષ્યો ધ્વજ લઈને ઉપર ચઢવા લાગ્યા. ધ્વજ સાથે તેની લાકડી હતી. તે વળી ખાસ્સી મજબૂત અને લાંબી હતી. ઊંચો થાંભલો, ઊંચો રાષ્ટ્રધ્વજ ઊંચાઈ પર પહોંચીને બંન્ને સાહસવીરોએ રાષ્ટ્રધ્વજ બાંધી દીધો. જોરજોરથી બાંધી દીધો.

હવે આથી વધારે ઊંચે કોઈ રાષ્ટ્રધ્વજ હોઈ જ ન શકે. સવારના પહેલાં સૂર્યોદયે ઝંડાશેરીના એજ ઝંડાને સોનેરી કિરણોથી જળહળાવી દીધો.

ઝંડા શેરીના ઝંડાધારીઓ નીચે નાના નાના ઝંડા લઈ નારા-ગીતો લલકારવા લાગ્યા :

ઝંડા ઊંચા રહે હમારા
આઝાદ હૈ યે દેશ હમારા
આકાશથી ઊંચા ઝંડા હમારા
સૂરજ કા પ્યારા ઝંડા હમારા
યે ઝંડા શેરી કા ઝંડા હૈ
અહિંસક ગાંધીજીકા યે ડંડા હૈ

ગીતોએ ગઢ ગજવી મૂક્યા. પલટણો દોડતી આવી. પકડા-પકડી ચાલી. ઝંડા શેરીના શેરીવાસીઓ ઝંડાગીત લલકારતા જ રહ્યા.

લાઠી ખાધી, ડંડા ખાધા, જેલ ભેગા થયા. પરવા નહિ. આનંદ હતો. મૌજ હતી, ખુશાલી હતી.

ગોરી સરકારને એ આકાશી ઝંડો ઊતારતાય તકલીફ પડી. પણ ૧૯૪૭ની ૧૫મી ઓગષ્ટ આઝાદી પછી એ સ્થંભ ઉપર ફરીથી આકાશી ધ્વજ ફરકી રહ્યો.

સગરામપુરાની ઝંડા શેરીના એ આકાશી સ્થંભને આજેય લોકો ટોપી પડી જાય તેટલી ઊંચી નજર કરી જોવા ઊભા રહી જાય છે.

ઝંડા શેરીનું નામ તો પહેલેથી જ ઝંડાશેરી હતું. પણ આકાશી- ધ્વજ પછી તે ઐતિહાસિક ઝંડા-શેરી બની રહી.
 

Post Comments