Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડોશીમા...! ડોશીમા...! તમારું શું રે ખોવાયું?

ના, પેલા ડોસીમા જુવાની શોધતા હતા તેની વાત નથી,

ના, પેલા ડોસીમા જુવાની શોધતા હતા તેની વાત નથી,
આ તો જુવાની શોધી ચૂક્યા છે, તેની વાત છે

દાદીમાનો એક રૃપિયો ખોવાયો, તેમને બે રૃપિયા મળ્યા ચમત્કાર કહો કે તમને એવા દાદીમા મળ્યા
ડોસી આંધળી હતી. પાછા હાથ પણ કાંડા આગળથી કપાયેલા હતા.

તો પણ ડોસી ભીખ નહોતી માગતી. તેને એક જગાએથી સારી જાતની પેન્સિલો મળતી હતી. તે એક પ્યાલામાં એ પેન્સિલો વેચાય એવી રીતે ગોઠવી રાખતી. સાથમાં કોઈએ તેને લખી આપ્યું હતું : પેન્સિલની કિંમત પચાસ પૈસા.
લેનાર પ્યાલામાં પચાસ પૈસા નાખીને ડોસીની પેન્સિલો ખરીદી જતું.
સાંજને છેડે દશ-વીસ પેન્સિલો તો અવશ્ય વેચાઈ જતી. આમ ભીખ માગ્યા વગર ડોસીનું જીવન ચાલ્યા કરતું.

એક દિવસ કોઈકે ઊંચેથી રૃપિયો નાખ્યો. રૃપિયો રોકડો હતો.' પ્યાલા સાથે ટકરાઈને આમતેમ તે રણકી ઊઠયો.

ડોસી બિચારી આમતેમ શોધવા લાગી, પણ તેને રૃપિયો ન જડયો, તે ન જ જડયો.

માજીની આ દશા બે જુવાનિયાઓએ જોઈ. તેમણે માજીના હાથમાં બે રૃપિયાની નોટો મૂકવા માંડી. બેમાંનો એક કહે : ' બિચારી ડોસીની હાલત કેવી કમનસીબ છે !  કોઈ આપે છે તોય તેનાથી લઈ શકાતું નથી.'
'ના રે ભઇલા !' માજી તરત બોલી ઊઠયાં :' એવું ના કહેશો. મારા જેવું નસીબદાર વળી બીજું કોણ હશે ? આ જુઓને ભગવાને તમારા જેવા ભલા માણસોને મળવાની કેવી સરસ ગોઠવણ કરી આપી છે ! હું દેખતી હોત, અને મારે હાથ હોત, તો તમારા જેવા પરગજુઓનો ભેટો થોડો જ થવાનો હતો ? હું તો ભારે નસીબદાર છું !'

આવી દશામાંય પોતાની જાતને નસીબદાર માનતી ડોસીને નવજવાનિયાઓ જોઈ જ રહ્યા.
આપણે સહુ તો એથી કેટલા સમૃદ્ધ છીએ, બે આંખો છે, બે હાથ પગ છે અને છતાં ક્યારેક આપણે આપણી જાતને કમનસીબ માની બેસીએ છીએ.
એ વખતે હાથ વગરનાં અને આંખ વગરનાં એ નસીબદાર માજી યાદ આવશે ?

ત્યારે બે રૃપિયાની નોટ હતી હોં !
અરે એક રૃપિયાની ય હતી !!
- હરીશ નાયક

Post Comments