Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વનું સૌથી વધુ ઊંચાઈએ આવેલું મંદિર : તુંગનાથ

હિમાલયમાં આવેલું કેદારનાથ મંદિર જાણીતું યાત્રાધામ છે. હિમાલયમાં કેદારનાથ એક મંદિર છે પરંતુ જુદા જુદા સ્થળે મંદિરોનો સમૂહ છે.

આ યાત્રાધામોને પંચકેદાર કહે છે તમામ મંદિરોની ડિઝાઇન એક સરખી છે તેમાં કેદારનાથ, તુંગનાથ, રૂદ્રનાથ, મધ્ય મહેશ્વર અને કલ્પેશ્વર એમ પાંચેય મંદિરો હિમાલયમાં જુદા જુદા સ્થળે આવેલા છે.

મહાભારતના પાંડવોએ બંધાવેલા આ પંચકેદારમાં ત્રીજું મંદિર તુંગનાથનું છે. મંદાકીની અને અલકનંદા નદીની વચ્ચે ૩૬૮૦ મીટરની ઊંચાઈએ આવેલું આ મંદિર એક હજાર વર્ષ જૂનું છે. શિયાળામાં આ મંદિર દર્શન માટે બંધ રહે છે.

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં હિમાલયના ચંદ્રશિલા શિખર પર આ મંદિર આવેલું છે. ટ્રેકિંગના શોખીનો માટે સારું સ્થળ ગણાય છે. મંદિરની આસપાસ ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય પથરાયેલું છે. આ મંદિરના સ્થળેથી હિમાલયની નંદાદેવી, પંચમુખી, કેદારનાથ, બંદરેપુંચ, નીલકંઠ વિગેરે શિખરોનું ભવ્ય દૃશ્ય જોવા મળે છે.

નજીક આવેલી ગઢવાલી ખીણમાં પુષ્કળ વનરાજી છે. નજીકમાં જ કેદારનાથ વાઇલ્ડ લાઇફ સેન્કયૂરી છે જ્યાં મસ્ક ડીયર જાતિના હરણ જોવા મળે છે.

Post Comments