Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બળબળતા ઉનાળાની ગરમીનું વિજ્ઞાાન

ઉનાળો એટલે ગરમીની ઋતુ દિવસ લાંબા અને રાત ટૂંકી એટલે સૂર્યની ગરમીમાં વધારો થાય. છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તેવા સમાચાર તમે વાંચતા હશો.

ગરમી અને તાપમાન વિજ્ઞાાનની ભાષામાં અલગ અલગ બાબત છે. ઊંચુ તાપમાન અને ગરમીનું મોજું પણ સમજવા જેવા શબ્દો છે. ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન એ ઊંચુ તાપમાન કહેવાય પણ ગરમીનું મોજું કહેવાય નહીં. કોઈ સ્થળના તાપમાનમાં એકાએક આઠ ડિગ્રીનો વધારો થઈ જાય તેને હવામાન શાસ્ત્રીઓ હીટવેવ કે ગરમીનું મોજું કહે છે. તેમાં તાપમાન નીચું પણ હોઈ શકે. કોઈ સ્થળનું તાપમાન ૨૫ ડિગ્રી હોય અને એકાએક ૩૩ ડિગ્રી થઈ જાય તે તાપમાન ઊંચુ ન કહેવાય પણ ગરમીનું મોજું ફરી વળ્યું તેમ કહેવાય.

વિજ્ઞાાનીઓ કહે છે કે ઉનાળામાં જમીન પર એક ચોરસ સેન્ટીમીટર વિસ્તારમાં વર્ષે બે લાખ કેલરી ગરમી પડે છે. ભારતમાં ૧૯૩૪માં વિધિવત તાપમાનના આંકડા લેવાનું શરૃ કર્યું ત્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ૫૦ ડિગ્રી તાપમાન હતું. આજે પણ આ વિસ્તાર પ્રચંડ તાપમાનથી જાણીતો છે.

ભારતમાં હાલમાં લગભગ ૩૦૦૦ કરતાં ય વધુ હવામાન કેન્દ્રો છે. તે વિવિધ વિસ્તારોના તાપમાન પર નજર રાખે છે. તાપમાનના વિક્રમ છે તે જ રીતે હિટવેવના પણ વિક્રમો ૧૯૨૬માં ઓડિશામાં તાપમાનમાં એકાએક ૧૨.૫ ડિગ્રીનો વધારો થઇ પ્રચંડ હિટવેવ નોંધાયેલું. આ વિક્રમ હજી તૂટયો નથી.

Post Comments