Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આઝાદીનું ઘાસ

અમે ગધેડાં ન હતાં, અમે પાળેલાં ન હતાં, પછી અમને એ ઘાસ શેનું મળે?

બે ટાઓ તમે નાના છો. તમને વાર્તા શું કહું? છતાં લો એક વીતી કહું છું. આપની પણ એ વીતી હોઇ શકે બાળકો!

અમે ત્રણ મિત્રો હતા. ૧૯૪૨માં એક જબરી લડાઈ ચાલી હતી. અમે બધાંએ એક સાથે નારો લગાવ્યો હતો: 'અંગ્રેજો ભારત છોડો.'

ગોરાઓને ભગાડવા માટે અમે તૂટી પડયા. અમારા નેતાએ અવાજ કર્યો, 'ગુલામીના ઘી કરતાં આઝાદીનું ઘાસ બહેતર છે.'

અમે ઘી છોડી દીધું અને ઘાસ તો હહ! ઘાસ છે.

અમે લાઠીઓ ખાધી. અભ્યાસ બગાડયો. જેલમાં ગયા.

પણ... બધું નકામું ન ગયું હં! આઝાદી મળી તો ખરી જ. અમે મુક્તિના મંગળગીતો ગાયા. ફરીથી કામે લાગી ગયા. સપનાંઓનો તો પાર નહિ.

પછી ભણ્યા, ડિગ્રીઓ મેળવી. ડિગ્રીઓનું ગુજરાતી 'ઉપાધિ' છે, જાણો છો ને? એ ઉપાધિના અક્ષરો સાથે અમે ગર્વ કરવા લાગ્યા.

અમારા પેલા નેતા હવે મંત્રી બની ચૂક્યા હતા, પ્રધાન. એક દિવસ અમે એમના બંગલા આગળથી પસાર થતા હતા. તેમના બંગલામાં લીલુંછમ ઘાસ હતું, થોડું દેશી, થોડું વિલાયતી. ઊંચું નીચું ઘાસ હવામાં હિંચકાઓ હિંચતું હતું. એ ઘાસ જોઈ અમારા મોઢામાં પાણી આવી ગયું. આઝાદીનું ઘાસ ખરેખર કેટલું સારું વહાલું અને કીંમતી હોય છે!

અમે બંગલામાં ઘૂસી ગયા. અમારા મિત્ર, અમારા મંત્રી, પછી વળી પૂછવાનું શું?

મંત્રી મળ્યા પણ ખરા, અમે જૂની વાતો યાદ અપાવી. અમારી છાતી ગજગજ ફૂલી. કેવી લડાઈ લડીને આપણે આઝાદી લઈ આવ્યા, નહિ?

અમે તેમને પેલો નારો યાદ અપાવ્યો: 'ગુલામીના ઘી કરતાં, આઝાદીનું ઘાસ વધુ સારું હોય છે.'

મંત્રી કહે, 'હા હા, યાદ છે એ નારો. પણ તમે કેમ આવ્યા છો એ કહો. તમારે શું જોઈએ છે? હું જરા ઉતાવળમાં છું.'

એ ઉતાવળમાં હતા. અમે ઝટ મુદ્દાની વાત કહી નાખી, 'આપના કમ્પાઉન્ડમાં કેવું સરસ મજાનું લીલું હરિયાળું ઘાસ છે. આઝાદીનું જ છે. ઘી તો મંત્રીશ્રી મળતું જ નથી. અમે થોડુંક ઘાસ ખાવા માગીએ છીએ. આઝાદીનું ઘાસ કેટલું સારું હોય છે, એનો થોડોક સ્વાદ ચાખવા માગીએ.'

મંત્રીશ્રીએ એકદમ ઊભા થઈ જઈને કહ્યું, 'એ ઘાસ તમને નહિ મળે. એ તો મારા પાળેલાં ગધેડાંઓ માટે છે!'

અને મંત્રીશ્રી અંદર જતા રહ્યા. ઉતાવળમાં હતા.

અમે પાળેલાં ન હતાં, ગધેડાં પણ ન હતાં, પછી અમને ઘાસ કેવી રીતે મળે?

- હરીશ નાયક

Post Comments