Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુંદરી મરિયમ નવાઝ

એની ઉંમર તેંતાલીસ વર્ષની પરિપક્વ છે પરંતુ તે પોતાને એક નવયૌવન મુગ્ધ રાજકુમારી માને છે જેને કારણે પાકિસ્તાન સરકારમાં આજકાલ ગરમાગરમી છે. તે પાક વડાપ્રધાન નવાઝ શરીફની પ્રશ્નાર્થયુક્ત ચરિત્ર ધરાવતી પરણિત પુત્રી મરિયમ નવાઝ છે. દર્પણમાં તે પોતાને પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન તરીકે જુએ છે અને પિતાની આ વરસે પૂરી થવા આવેલી અવધિને કારણે એ જ પદ પર પોતાનું રિપ્લેસમેન્ટ ઈચ્છે છે. પાક સૈન્ય અને પાક સરકાર વચ્ચેનું આ એક નવું કૌતુકપ્રેરક 'જોઈન્ટ રિપ્લેસમેન્ટ' હોઈ શકે છે. વડાપ્રધાન કાર્યાલયમાં આ મરિયમ અત્યારે સર્વ સત્તા ભોગવે છે અને ત્યાંના તમામ પ્રોસિડિંગ્સ પર એની કાતિલ નજર રહે છે. પાક સરકારના ગુપ્ત એકમ સ્ટ્રેટેજિક મીડિયા કોમ્યુનિકેશન સેલના અધ્યક્ષ તરીકે મરિયમની નિમણુક કરવામાં આવી છે. આ વિભાગમાં અગાઉ ૧૫ સભ્યોનો સ્ટાફ હતો જેમાં પોતાના મિત્રો અને સખીવૃંદને ઉમેરીને મરિયમે ૯૦ સભ્યો સુધીનો વધારો કર્યો છે. નવાઝ શરીફના પ્રોજેક્ટ -યુથ લોન પ્રોગ્રામના ચેરપર્સન તરીકે મરિયમે સત્તાનો બેફામ ઉપયોગ કરતા લાહોરની હાઈકોર્ટે તેના વિરુદ્ધમાં ચૂકાદો આપતા તે પદ મરિયમે છોડવું પડયું પછી પણ મીડિયા વિભાગના બહાને નવાઝ શરીફના કાર્યાલયમાં તેણીએ પગદંડો જમાવી રાખ્યો છે. મરિયમના તમામ હુકમોનું પાક સરકારની મશિનરી તાત્કાલિક ધોરણે પાલન કરે છે.

નવાઝ શરીફ અત્યારે શરીફ પરિવારની બ્રિટનમાં રહેલી કરોડો ડોલરની મિલકતો અંગે પાક સર્વોચ્ચ અદાલતે ઊભા કરેલા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. પાંચ ન્યાયમૂર્તિઓની ડિવિઝન બેન્ચ સમક્ષ બ્રિટિશ મિલકતો ખરીદવાના નાણાં શરીફને ક્યાંથી પ્રાપ્ત થયા તેના દસ્તાવેજો પરિવાર રજૂ કરી શક્યું નથી. જેથી જિટ તરીકે ઓળખાતી અને સર્વોચ્ચ અદાલત નિયુક્ત જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન ટીમ અત્યારે નવાઝ શરીફની વિદેશી સંપત્તિઓની બાબતમાં સઘન તપાસ કરી રહી છે. શરીફના કટ્ટર શત્રુ અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને ઉક્ત પ્રકરણમાં તેમને વડાપ્રધાનપદ પરથી તાત્કાલિક દૂર કરવાની અદાલત સમક્ષ રજૂઆત કરી છે. નવાઝ શરીફ નૈતિક રીતે પાકિસ્તાનના નાગરિકો સમક્ષ સતત નબળા પડી રહ્યા છે અને પરંપરા પ્રમાણે આવા સંજોગોમાં લશ્કર પાક સરકાર પર સવાર થઈ જતું હોય છે. ઈ.સ. ૨૦૧૭માં જ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે, એ પહેલા શરીફ મરિયમ નવાઝને પોતાની ઉત્તરાધિકારિણી તરીકે પ્રતિષ્ઠિત કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાની પંજાબના ચિફ મિનિસ્ટર શાહબાઝ શરીફ પણ નવાઝના ભાઈ હોવાને નાતે ભાવિ વડાપ્રધાનપદના દાવેદાર છે અને ભત્રીજી મરિયમના તીવ્ર વિરોધી છે. પાકિસ્તાનનો રૃઢિચુસ્ત મુસ્લિમ સમાજ મરિયમના કારસ્તાનોથી અત્યંત ખિન્ન છે. કારણ કે યૂ ટયૂબ સહિતના અનેક સોશ્યલ મીડિયા પર મરિયમ નવાઝના સેક્સ સ્કેન્ડલ તથા અર્ધનગ્ન દ્રશ્યો આખા એશિયામાં વાયરલ થયેલા છે.

પાકિસ્તાનના ડેપ્યુટી સેક્રેટરી જનરલ એહસાન ઈકબાલ અને મરિયમ નવાઝ વચ્ચેના સંબંધો અંગે પાક મીડિયામાં અત્યારે ઊહાપોહ મચેલો છે. ઈમરાન ખાનની પાર્ટી તેહરિક-એ-ઈન્સાફના નેતાઓએ એહસાન ઈકબાલ અને મરિયમની પતિ-પત્ની જેવી તસવીરો વાયરલ કરેલી છે. મરિયમના લગ્ન કેપ્ટન સફદર સાથે થયેલા છે. પાકિસ્તાનના ઈન્ફર્મેશન ટેકનોલોજી પ્રધાન અનુષા રેહમાન પણ એક પ્રભાવશાળી સ્ત્રી છે અને તેના પ્રભાવમાં મરિયમના પતિ કેપ્ટન સફદર સંપૂર્ણ ડૂબેલા છે. કેપ્ટન સફદર અને અનુષા રેહમાનની પ્રણયરંગી તસવીરો પણ પાકિસ્તાનના સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. પાક. પ્રધાન અનુષા તથા કેપ્ટન સફદર તથા મરિયમ અને એહસાન ઈકબાલ વચ્ચેનો આ પ્રણય ચતુષ્કોણ અત્યારે પાકિસ્તાન પ્રજામાં જોરશોરથી ચર્ચાનો વિષય બન્યો છે અને ઈમરાન ખાને આ પ્રકરણને જબરજસ્ત હવા આપીને નવાજ શરીફ પરના આક્રમણ સ્વરૃપે તેના દેશમાં વાવંટોળ જગાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે.

મરિયમે સમગ્ર પાકિસ્તાનમાં વિવિધ નામે સખીમંડળો જેવા સ્ત્રીઓના જૂથોની રચના કરી છે જે ભવિષ્યમાં તેને અને તેની પાર્ટીને જીતાડવામાં મદદ કરે. પાક સૈન્યના ઉચ્ચાધિકારીઓ અને આઈ.એસ.આઈ.ના જાસૂસી નેટવર્ક સાથે પણ મરિયમના ગાઢ સંબંધો છે. ભારતમાં ઈન્દિરાજી વડાપ્રધાન હતા તે સમયે જે રીતે સંજય ગાંધી સ્વચ્છંદ રીતે સત્તાનો દુરુપયોગ કરતા હતા તે જ રીતે મરિયમ અત્યારે નવાઝ શરીફના કાર્યાલયને પોતાની હકૂમતમાં રાખીને ફાવે તે રીતે વર્તે છે. મરિયમનો દિવસ સવારના પાંચ વાગ્યે શરૃ થાય છે. સવારે તે વેસ્ટર્ન મ્યુઝિક સાથે જિમમાં વ્યાયામ કરે છે. પછી પતિ સાથે પોતાના બંગલાના પટાંગણમાં વિહાર કરે છે. પતિ સફદર પાકિસ્તાન આર્મીમાં કેપ્ટન અને પછી લાહોરમાં પોલીસ કમિશનરની ફરજ બજાવી ચૂક્યા છે. વડાપ્રધાનના જમાઈ તરીકે એના નામે પણ અનેક કૌભાંડો છે અને એની એક અલગ જ સૂચિ ઈમરાન ખાને મીડિયાને સુપ્રત કરી છે. દસ વાગ્યે તો મરિયમ વડાપ્રધાનના કાર્યાલયે પહોંચીને સંરક્ષણ સચિવ, વિદેશ સચિવ અને ગૃહખાતાના સચિવ સાથે મંત્રણા શરૃ કરી દે છે અને પછી આખો દિવસ તે વડાપ્રધાનના કાર્યાલયમાં છવાયેલી રહે છે. મરિયમમાં રહેલી ભ્રામક આધુનિક વિચારધારામાં પાકિસ્તાની સ્ત્રીઓને નવી મુક્તિનો અહેસાસ થાય છે અને તેઓ એમ માને છે કે મરિયમ દ્વારા જ પાકિસ્તાનમાં સ્ત્રીઓની સ્વતંત્રતાની નવી આબોહવા આકાર લેશે.
 

Keywords tantri,lekh,24,may,2017,

Post Comments