Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે યુનિ. સેનેટની ચૂંટણીઃ રાજ્યસભાની ચૂંટણીની જેમ એકડા-બગડાની ફોર્મ્યુલા

-૨૫ બેઠકો પર ઉમેદવારી કરનારા ૬૮ ઉમેદવારોનું ભાવી નક્કી થશે

(પ્રતિનિધિ દ્વારા)    સુરત ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટની ૨૫ બેઠકો માટે આવતીકાલે રવિવારે યોજાનારી ચૂંટણીમાં ૧.૬૭ લાખ  મતદારો આ ચૂંટણીમાં ઝપલાવનારા ૬૮ ઉમેદવારોનું ભાવિ એકડો, બગડો આપીને નક્કી કરશે. આ ચૂંટણીમાં લો ફેકલ્ટી, દાતા, મેડિસીનની ચૂંટણીમાં ભારે રસાકસી થવાની શકયતા છે. ડોનર સીટ પર રવિરાજ દેસાઇનું પલ્લુ ભારે મનાય છે.

નર્મદ યુનિવર્સિટીની સેનેટની ૩૩ બેઠકોમાંથી આઠ બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની ૨૫ બેઠકો માટે આવતીકાલ રવિવારે દક્ષિણ ગુજરાતના ૪૭ મતદાન મથકો પરથી યોજાનાર છે. આ ચૂંટણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાવાની છેેે. સવારે ૧૧ વાગ્યા થી ૫ વાગ્યા સુધી મતદાનની પ્રકિયા હાથ ધરાયા પછી ત્યારબાદ યુનિવર્સિટી ખાતે મતોની ગણતરી હાથ ધરાશે. આથી પરિણામો મોડી રાત્રે જાહેર થશે.

આ ચૂંટણીમાં મતદારોએ રાજયસભામાં જે રીતે મતદાન હાથ ધરાય છે, તે રીતે પોતાના મનગમતા ઉમેદવારના નામ આગળ એકડો, ત્યારબાદ બગડો લખવાનો હોય છે.અલગ અલગ ૨૫ બેઠકોની થનારી ચૂંટણીમાં ૧.૬૭ લાખ મતદારો મતાઘિકારનો ઉપયોગ કરીને ચૂંટણીમાં ઝપલાવનારા ૬૮ ઉમેદવારોનું ભાવિ ઘડશે. જો કે છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ ટકા થી પણ ઓછુ મતદાન થયુ હોવાથી આ વર્ષે પણ ઓછુ મતદાન થવાની શકયતા છે.

Post Comments