Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવસારી સ્ટેશન પાસેથી બાઇક ચોરનાર તરૃણ સહિત ૩ પકડાયા

-હેમંતભાઇ મિસ્ત્રીની ચોરાયેલી બાઇક ગેરેજમાં રીપેર માટે આવી હતી

નવસારી,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

નવસારી રેલવે સ્ટેશન પાસેથી બે સપ્તાહ અગાઉ વિજલપોરના રહીશની બાઇક ચોરી કરનાર એક તરૃણ સહિત વિજલપોરનાં ત્રણ શખ્સોને ટાઉન પોલીસે ઝડપી પાડયા છે.

વિજલપોરમાં વિજલ કોલોનીમાં રહેતા હેમંતભાઇ દેવાભાઇ મિસ્ત્રી વિજલપોરમાં રેફ્રીજરેશનની  દુકાનમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તા. ૨૦-૭-૧૭ના રોજ નવસારી રેલવે સ્ટેશન પાસે સરદાર ટાઉનશીપની સામે તેમની એકટીવા (નં. જીજે-૧૫-એલએલ- ૫૮૭૮) લૉક મારીને મુકી હતી. જેની ચોરી થઇ ગઇ હતી. ગઇકાલે હેમંતભાઇ દુકાનની બહાર નીકળી બાજુમાં આવેલી ગેરેજમાં રીપેરીંગ માટે આપેલી એકટીવાનો  નંબર તપાસી જોતાં પોતાની જ હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતા વિજલપોર, ઉદ્યોગનગર કોથમડી ચાલમાં રહેતા કદ્રીશઅલી હમીદઅલી સૈયદ (ઉ.વ.આ. ૨૧) અને અન્ય એક તરૃણને રૃ।. ૮ હજાર આપી ગીરવે લીધી હોવાનું જણાવ્યું હતું. જેથી હેમંતભાઇએ તેમને પણ ગેરેજ ઉપર બોલાવવા માટે જણાવતા તેઓ બંને ગેરેજ ઉપર આવતા બાઇક અંગે પૂછતાં ગલ્લાં-તલ્લાં કરી ઉડાવ જવાબો આપવા લાગ્યા હતાં. આથી હેમંતભાઇએ પોલસને જાણ કરતા ટાઉન પોલીસે વિજલપોર જઇને બાઇક ચોરી કરનાર તરૃણ અને તેના સાગરિત કદ્રીશઅલી અને ગીરવે લેનાર ભીમપ્પાની ધરપકડ કરી હતી.

Post Comments