Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતના ટેક્સટાઈલ વેપારીને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની તપાસ

- લુધિયાણાના ટેક્સટાઈલ ટ્રેડર્સ પર જલંધર ઇન્કમટેક્સ ખાતાના ઓપરેશનનો રેલો સુરત સુધી પહોંચ્યો

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, તા. 13 જૂન 2018, બુધવાર

લુધિયાણાના ટેક્સટાઈલ ટ્રેડર્સ પર જલંધર આયકર વિભાગની સર્ચ ઓપરેશનના પગલે સુરતના વેપારીના ધંધાકીય તથા રહેણાંક સ્થળો પર ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હોવાની વિગતો સાંપડી છે.

સુરતના વેપારીના રિંગરોડ સ્થિત ત્રિવિધ ચેમ્બર્સના ધંધાકીય સ્થળ,સાયણ ખાતેની ફેકટરી તથા રહેણાંક સ્થળ સહિત ચાર જગ્યા પર જલંધર આયકર વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે.

પંજાબ લુધિયાણાના એક ટેક્સટાઈલ પેઢી પર જલંધર ઈન્કમ ટેક્સવિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગે વ્યાપક પાયા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

જે સર્ચ ઓપરેશનનો રેલો સુરતના ટેક્સટાઈલ ટ્રેડર્સ સુધી પહોંચ્યો છે. આજે જલંધર આયકર અધિકારીઓની એક ટીમે લુધિયાણાના ટેક્સટાઈલ ટ્રેડર્સ સાથે ધંધાકીય રીતે સંકળાયેલા રિનમ ફેબ્રિક્સના સંચાલકના ધંધાકીય તથા રહેણાંક સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.

સુરતના રિનમ ફેબ્રિક્સના સંચાલકના રિંગરોડ  સ્થિત ત્રિવિધ ચેમ્બર્સમાં આવેલી ઓફિસ, સાયણ ખાતેની ફેક્ટરી તથા રહેણાંક સ્થળ સહિત કુલ ચાર સ્થળો પર જલંધર આયકર વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. સુરતના રિનમ ફેબ્રિક્સના ચાર સ્થળો પર ઈન્કમટેક્સ વિભાગની રેડ દરમિયાન વાંધા જનક  હિસાબી દસ્તાવેજો જપ્ત કરીને વેરીફિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Post Comments