Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજદ્રોહના કેસમાં પાસના આરોપી નેતાઓ સામે સરકારપક્ષે સાક્ષીનું લીસ્ટ રજુ કર્યું

- હાર્દિક પટેલ સહિત પાસના બે નેતાઓ સામે ચાર્જફ્રેમ થઈ જતાં હવે કેસ કાર્યવાહીનો પ્રારંભ થશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

રાજદ્રોહના ગુનામાં સંડોવાયેલા પાટીદાર અનામત સમિતિના કન્વીનર હાર્દિક પટેલ, ચિરાગ અને વિપુલ દેસાઈ વિરુધ્ધ અગાઉ ચાર્જફ્રેમની પેન્ડીંગ કાર્યવાહી પુરી થતાં આજે કોર્ટ કાર્યવાહીની મુદત દરમિયાન સરકારપક્ષે સાક્ષીઓનું લીસ્ટ રજુ કર્યું હતુ. જેથી કોર્ટે ન્યાયિક કાર્યવાહી આગામી તા.૩૦મી એપ્રિલે હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરતના અમરોલી પોલીસમાં નોંધાયેલા રાજદ્રોહના ગુનામાં સંડોવાયેલા પાટીદાર અનામત સમિતિના આરોપી કન્વીનર હાર્દિક પટેલ, ચિરાગ અને  વિપુલ દેસાઈ વિરુધ્ધ તા.૨૨મી માર્ચના રોજ ચાર્જફ્રેમની પેન્ડીંગ કાર્યવાહી પુરી કરવામાં આવી હતી. જેથી પાસના આરોપી નેતાઓ વિરુધ્ધ ચાર્જફ્રેમ થઈ જતાં આજરોજ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આજે રાજદ્રોહના કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન સરકારપક્ષે આરોપી હાર્દિક પટેલ સહિત અને બે આરોપી નેતાઓની ધરપકડ વખતે શરીર સ્થિતિનું પંચનામુ કરનાર ચાર સાક્ષીઓના લીસ્ટ કોર્ટને સુપરત કર્યું હતું. જેથી કોર્ટે આગામી તા.૩૦મી એપ્રિલે સરકારપક્ષે રજુ કરેલા ચાર સાક્ષીઓને સરતપાસ લેવાનો નિર્દેશ આપ્યો હતો. હવે હાર્દિક પટેલ સહિત અન્ય બે આરોપી નેતાઓ વિરુધ્ધ આગામી તા.૩૦મી એપ્રિલથી ન્યાયિક કાર્યવાહીનો વિધિવત્ત પ્રારંભ થશે.

Post Comments