Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરત : વેપારીઓ માટે ગ્રેની ખરીદીનો નિર્ણય સાંજની મિટીંગમાં લેવાશે

- ટેક્ષટાઇલમાં GST નાબૂદી માટેની લડત શરૂ કરવામાં આવી છે

સુરત, તા. 19 જૂન 2017, સોમવાર
 
GSTનું અમલીકરણ 1 જુલાઇથી શરૂ કરવામાં આવશે. ત્યારે વેપારીઓ દ્વારા જીએસટી અમલી થયા બાદ તેની અસરોને લઇને ચર્ચા-વિચારણા કરવા માટે મિટીંગ યોજી રહી છે. વેપારીઓમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે. ટેક્ષટાઇલમાં જીએસટી નાબૂદ કરવા માટે કોર કમિટીની બેઠકમાં આગળની રણનીતિ માટે કેટલાક નિર્ણય લેવામાં આવશે.  
 
ટેક્ષટાઇલમાં જીએસટી નાબૂદી માટેની લડત ટેક્ષટાઇલ જીએસટી સંધર્ષ સમિતિએ શરૂ કરી છે. લડતની રણનીતિ કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવશે. આ સાથોસાથ ગ્રેની ખરીદી ચાલુ રાખવી કે નહીં? તેનો નિર્ણય પણ મિટીંગમાં થશે. ગ્રેની ખરીદી વેપારીઓ કરશે નહીં. એવાં કાપડ બજારમાં ફરતા થયેલાં મેસેજ બાબતે એવી સ્પષ્ટતા કોર કમિટીએ કરી છે કે, આવો કોઇ નિર્ણય હજુ લેવાયો નથી. પરંતુ હવે લડત આગળ ધપાવવાની છે ત્યારે ગ્રેની ખરીદી સહિતના અન્ય નિર્ણયો સંઘર્ષ સમિતિએ લેવાના રહે છે તેથી સૌ વેપારીઓની નજર સંઘર્ષ સમિતિની કોર કમિટીની બેઠકમાં શું નિર્ણય થાય છે તેની ઉપર છે. 

Post Comments