Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વલસાડમાં અટકેલી રાજધાનીને રાત્રે અઢી વાગ્યે રવાના કરાઇ : ૬ ટ્રેન રદ

- મુંબઇમાં પાણી ઉતરતાં ધીમી ગતિએ ટ્રેન વ્યવહાર શરૃ

- બુધવારે પણ મુંબઇ જતી પાંચ ટ્રેનને વલસાડથી પરત કરાઇ

- મુંબઇમાં હજી પરિસ્થિતિ સંપૂર્ણ સુધરી નથી

વલસાડ, તા. 11 જુલાઈ 2018, બુધવાર

મુંબઇમાં સોમવારની રાત્રે આવેલા ભારે વરસાદને લઇ રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા મુંબઇનો રેલ વ્યવહાર મંગળવારે વહેલી સવારથી સદંતર ઠપ્પ થઇ ગયો હતો. મંગળવારે સવારથી વલસાડ સ્ટેશન પર અટકેલી રાજધાની એક્સપ્રેસને રાત્રે અઢી વાગે મુંબઇ રવાના કરાઇ હતી.

ત્યારબાદ હાલ પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરી રહી છે. જોકે, આજે પણ ૬ ટ્રેનો રદ કરાઇ હતી અને પાંચ ટ્રેનોને વલસાડથી પરત કરાઇ હતી.

મુંબઇમાં આવેલા ભારે વરસાદને લઇ મંગળવારે મુંબઇ જતી તમામ ટ્રેનો વલસાડ, વાપીથી પરત મોકલાઇ રહી હતી. આ ટ્રેનના મુસાફરો અટવાઇ ગયા હતા.

જોકે, મંગળવારે મોડી રાત્રે મુંબઇમાં વરસાદનું જોર ઘટયું હતુ અને પાણી ઉતરવા લાગ્યા હતા. જેને લઇ પહેલાં રાજધાની એક્સપ્રેસને વલસાડથી રાત્રે અઢી વાગ્યે રવાના કરાઇ હતી. ત્યારબાદ થોડી ટ્રેનો ધીમે ધીમે રવાના કરાઇ હતી. જોકે, મુંબઇમાં હજુ પરિસ્થિતિ યથાવત નહીં થતાં આજે મુંબઇ જતી  ૬ ટ્રેન રદ કરાઇ હતી અને પાંચ ટ્રેેનને વલસાડથી પરત કરાઇ હતી. આજે પણ મુંબઇ જવું મુશ્કેલ બન્યું હતુ.

લાંબા અંતરની ગુજરાત મેલ, ઉદયપુર બાન્દ્રા, કચ્છ એક્સપ્રેસ, રણકપુર એક્સપ્રેસ જેવી ટ્રેનને વલસાડથી જ રિટર્ન કરાઇ હતી.   બુધવારે વાપી સુધીની ટ્રેનો દોડાવાતાં અપડાઉન કરનારા નોકરિયાતોને ભારે તકલીફ પડી ન હતી. તેઓ વાપી પહોંચી ગયા હતા. તેમજ સુરત અપડાઉન કરનારાઓને પણ કોઇ ખાસ તકલીફ પડી ન હતી.

જેને લઇ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, વલસાડમાં ભારે વરસાદને લઇ વલસાડ રોકાયેલા મુસાફરોની ચિંતા થોડા સમય માટે વધી ગઇ હતી.

વલસાડના સ્ટેશન મેનેજર રમણલાલે જણાવ્યું કે, બુધવારે સ્થિતિ થોડી સુધરી હતી. એકલ દોકલ ટ્રેન મુંબઇ રવાના કરાઇ હતી. વલસાડથી રાજધાનીને મોડી રાત્રે રવાના કરાઇ હતી. જોકે, તેમ છતાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં આવી ન હોય મુંબઇ જતી ૫ ટ્રેન વલસાડથી પરત કરાઇ હતી અને ૬ ટ્રેન રદ કરાઇ હતી.

૨૦૦થી વધુ મુસાફરો વલસાડમાં રોકાયા  

ભારે વરસાદને લઇ મંગળવારે મુંબઇ જતી અનેક ટ્રેનો વલસાડથી પરત કરાઇ હતી. જેને લઇ મુંબઇ જનારા અનેક મુસાફરો અટવાઇ જતાં વલસાડની અનેક સ્વયંસેવી સંસ્થા તેમની મદદે આવી હતી. તેમણે વલસાડના વિવિધ સમાજના હોલ ખોલાવી અટવાયેલા મુસાફરોને આશ્રય સ્થાન આપ્યું હતુ અને તેમને જમવાનું પુરું પાડયું હતુ. ભારે વરસાદમાં અટવાયેલા લોકોને જૈન સમાજ, કચ્છી સમાજ વગેરેઓએ મદદ કરી હતી.

આ ટ્રેનો રદ કરાઇ

  • કર્ણાવતી એક્સપ્રેસ
  • ડબલ ડેકર એક્સપ્રેસ
  • મુંબઇ ફાસ્ટ પેસેન્જ
  • ગુજરાત એક્સપ્રેસ
  • ફ્લાઇંગ રાણી
  • વલસાડ એક્સપ્રેસ

Post Comments