Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાંસદાના જંગલમાં વીજલાઇન પર વૃક્ષ પડતાં ડાંગમાં વિજળી ડૂલ

-આખો દિવસી વિજળી ગુલ રહેતા બેંકના કામકાજો અટવાયા આહવામાં સાંજે પાવર આવ્યો ઃ વધઇ-સાપુતારામાં રાત્રે

વાંસદા, તા.10 જાન્યુઆરી 2017, મંગળવાર

ડાંગ જિલ્લાને ૬૬ કે.વી.  વીજ પુરવઠો પુરો પાડતી લાઇનમાં ફોલ્ટ સર્જાતા સમગ્ર જિલ્લામાં વિજળી ડૂલ થઇ જતાં બેંકનાં કામકાજ સહિત ઓનલાઇન સેવા બાધીત થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લામાંથી વાંસદાથી પસાર થતી ૬૬ કે.વી.ની મેઇન લાઇનમાં મંગળવારે મળસ્કે ફોલ્ટ સર્જાયો હતો. જેના પગલે ડાંગના વઘઇ, આહવા, સાપુતારા પંથકમાં દિવસભર વીજ ગુલ થતાં બેંકના કામકાજ સહિત ઓફિસોમાં દાખલાઓ કઢાવવા ગયેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

વાંસદા નજીક જંગલ વિસ્તારમાંથી પસાર થતી ૬૬ કે.વી. લાઇનનાં ટાવર પર મહાકાય વૃક્ષ પડતાં ફોલ્ટ સર્જાયો હતો. વીજ પુરવઠો પૂર્વવત્ કરવા નવસારી અને ડાંગ જિલ્લાનાં વીજકંપનીના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. જો કે, આહવાને મોડી સાંજે સુબીરનો વીજ પુરવઠો ડાયવર્ટ કરી વીજ પુરવઠો પૂરો પાડયો હોવાનું ઇજનેર વી.ડી. પટેલે જણાવ્યું હતું. જ્યારે વઘઇ અને સાપુતારા વિસ્તારનાં ૨૦૦ ગામડાઓમાં મંગળવારે મોડી રાત્રે ૧૧ કલાકે વીજપુરવઠો પૂર્વવત્ થવાનું અનુમાન છે.

 

Post Comments