Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતની નવી ટી.પી.માં હવે ખાસ રેઇન વોટર હાર્વેસ્ટીંગ બોરવેલ બનાવાશે

- વરસાદી પાણી નદીમાં નહીં જમીનમાં ડાયવર્ટ કરાશે

- ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ નહીં રહે : જો કે, જળને ભૂગર્ભમાં ઉતારતા પહેલા તેની ગુણવત્તા ચકાસવા નિષ્ણાંતોનું સૂચન

સુરત, તા.16 મે 2018, બુધવાર

આ વખતે ભરઉનાળામાં પાણીની અછત જોઇ સુરત મહાનગરપાલિકા હવે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે. વરસાદના પાણીના કારણે શહેરમાં જળભરાવની સ્થિતિ નિર્માણ થતી હતી. આ પાણી હવે નદીમાં નહીં પરંતુ સિંચાઇ માટે ઉપયોગી બનશે.

વરસાદની મોસમ દરમિયાન શહેરમાં પાણીનો ભરાવો ન થાય તેના માટે ખાસ તકેદારી રાખવામા ંઆવે છે. આ માટે ખાસ સ્ટોર્મ ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એકત્રિત વરસાદના પાણી ડ્રેનેજમાં જઇ સીધા નદીમાં જતા હતા. હવે સુરત મહાનગરપાલિકા  દ્વારા પાણી રિચાર્જ બોરવેલના માધ્યમથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા  અંગે યોજના તૈયાર કરવામાં આવી ર હી છે. આ યોજનાથી સ્ટોર્મ ડ્રેનેજનું પાણી હવે ભુજળનું સ્તર ઉપર લાવશે.

શહેરમા ંસિમેન્ટ કોંક્રીંટના રોડના કારણે વરસાદી પાણી જમીનમાં જતું નથી અને ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ નિર્માણ થાય છે. જેનાથી છુટકારો  મેળવવા માટે સુરત મહાનગરપાલિકાએ સ્ટોર્મ ડ્રેનેજનું નેટવર્ક તૈયાર કરી દીધું છે. જેના કારણે વરસાદના પાણીનો ભરાવો થતો નથી અને માર્ગ પર જમા થયેલ પાણી સ્ટોર્મ ડ્રેનેજથી નદીમાં જાય છે. હવે મ્યુનિસિપલ વહીવટીતંત્ર આ પાણીને વ્યર્થ નદીમાં ન જાય અને પાણીનો સદ્ઉપયોગ થાય તેની કવાયત કરી રહ્યું છે.

આ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા, એસએમસીની ટીમની એસવીએનઆઇટીના નિષ્ણાતો સાથે બેઠક મળી હતી.  નિષ્ણાતોએ સૂચવ્યું છે કે, સ્ટોર્મ ડ્રેનેજના પાણીનું સતત નિરીક્ષણ જરૃરી છે. ખાસ કરીને રિચાર્જ તેમજ દાખલ કર્યા પહેલા જળને તેની ગુણવત્તા તપાસ્યા પછી જ સિંચાઇ માટે જમીનમાં મુકવું જોઇએ, જેથી ભૂગર્ભ જળની ગુણવત્તા પર અસર ન થાય. મોનીટરીંગ ટીમને આ ચોમાસા પહેલા, ચોમાસામાં, ચોમાસા બાદ મોનીટર કરવું પડશે.

સ્પોટ ઓફ લો લાઇન ફિક્સ કરી સતત નિરીક્ષણ કરાશે
નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, પાયલોટ પ્રોજેક્ટને નવા ટી.પી. ક્ષેત્રે વિકસાવવાની શરૃઆત કરવામાં આવશે. જે માટે ખાસ રેઇન વોટર હાર્વેસ્ટીંગ  રીચાર્જ બોરવેલ બનાવવામાં આવશે. સાથે સ્પોટ ઓફ લો લાઇન  (પૂરથી નીચાણવાળા વિસ્તારો) ફિક્સ કરી સતત નિરીક્ષણ કરાશે. જ્યાં બોરવેલ બનાવાશે. તેની મેપિંગ જીપીએસ સાથે કરવામાં આવશે અને પાણીને સ્ટોરેજ કરી સિંચાઇ માટે ઉપયોગી બનાવવામાં આવશે.

Post Comments