Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવસારીના ભાજપ અગ્રણી પર વિદેશથી ૧ કરોડની ખંડણી માંગતો ફોન આવ્યો

-''નરેન્દ્ર મોદી કે રાજમેં બહોત પૈસા કમાયા હૈ''

-પ્રેમચંદ લાલવાણી પર બે અલગ-અલગ નંબર પરથી ફોન આવ્યા ઃ ''મેરા આદમી આયેગા ઉસે એક ખોખા દે દેના''

નવસારી,તા.10 જાન્યુઆરી 2017, મંગળવાર

નવસારી નગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, ભાજપ અગ્રણી, બિલ્ડર અને અસંખ્ય સેવા સંસ્થાનાં અગ્રણી પ્રેમચંદભાઇ લાલવાણીને વિદેશથી રૃપિયા એક કરોડની ખંડણી માંગતો ફોન આવતા ચકચાર મચી છે.

પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારીનાં સિંધી કોલોનીમાં આવેલા પ્રીતમનગરમાં રહેતા પ્રેમચંદભાઇ પ્રભુમલ લાલવાણીને તા. ૨-૧-૨૦૧૭નાં રોજ બપોરે ૪-૦૦ વાગ્યાના સુમારે એક અજાણ્યા મોબાઇલ ધારકે ૦૦૦૨૭૭૩૮૦૧૮૧૪ તથા મો.નં. ૯૧૮૭૬૭૨૪૭૫૩૯ પરથી ધમકી ભર્યો ફોન કર્યો હતો. ''નરેન્દ્ર મોદી કે રાજમેં બહોત પૈસા કમાયા હૈ, મેરા આદમી આયેગા ઉસે એક ખોખા દે દેના (રૃપિયા ૧ કરોડ) તુમ મેરી ફોન રેકોર્ડીંગ કરને કી કોશિષ કર રહે હો- લેકિન કોશિષ મત કરના, વરના ઠોક દુંગા.'' એવી હિંદી ભાષામાં ધમકી આપી હતી. જ્યારે બીજા નંબરવાળા મોબાઇલ પરથી અન્ય શખ્સે ''ભાઇકા આદમી બોલ રહા હું.'' તેવું કહી લોકેશન બતાતા હું, પૈસોકા ઇન્તજામ રખના તેવું જણાવી ગંદી ગાળો આપી ઠોક દુંગા એવી ધમકીભર્યા ફોન કર્યા હતાં.

આ બાબતે ભાજપ અગ્રણી પ્રેમચંદ લાલવાણીએ ગઇકાલે ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરતા પોલીસ તુરંત હરકતમાં આવી હતી ્ અને નવસારી ટાઉન પોલીસમાં બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદી પાસેથી રૃ।. એક કરોડની ખંડણી કઢાવવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો ગુનો નોંધ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી સમગ્ર કેસની તપાસ નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચનાં હવાલે કરવામાં આવી છે. વધુ તપાસ નવસારી એલ.સી.બી. પી.આઇ. ડી.એન. પટેલ કરી રહ્યાં છે.


 

Post Comments