Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉદ્ઘાટન કાર્ડમાંથી જિ.પં.પ્રમુખના નામની બાદબાકી, 'તારે જે કરવું હોય તે કર'

-સામી ચૂંટણીએ પણ સુરત જિલ્લા ભાજપમાં જુથવાદ

-સુરેશ પટેલનું નામ ન લખવા બાબતે મહામંત્રીએ ભાજપ પ્રભારી અને ચૂંટણી ઇન્ચાર્જ અશ્વિન પટેલને પુછ્યું તો

બારડોલી, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

સુરત જિલ્લાની માંડવી વિધાનસભા વિસ્તારમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટનના આંમત્રણ કાર્ડમાં જિલ્લા પંચાયત પ્રમુખનું નામ નહીં લખતા ભાજપમાં ચાલતી જુથવાદની લડાઇ વિધાનસભાની સામી ચૂંટણી માથું ઉંચકી રહી છે. માંડવીના પ્રભારી અને ચૂંટણી ઇનચાર્જ એવા જિલ્લાના મહામંત્રી અશ્વિન પટેલે કાર્ડમાં નામ નહીં લખાવ્યાના આક્ષેપો શરૃ થતા મામલો વધુ ગરમાયો છે.

સુરત જિલ્લા ભાજપમાં જુથવાદની લડાઇથી તમામ કાર્યકરો અને શક્તિ કેન્દ્રના પ્રમુખો વાકેફ જ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાલની બારડોલીની મુલાકાત વખતે સુરત જિલ્લાની એક માત્ર માંડવી બેઠક કોંગ્રેસ પાસે છે તે જીતવા રણનીતિ તૈયાર કરવાની ચર્ચા કરી હતી. જેનો અમલ થાય તે અગાઉ વિવાદ વકરી રહ્યો છે. માંડવી બેઠકના ઇનચાર્જની જવાબદારી જિલ્લા ભાજપ મહામંત્રી અશ્વિન પટેલ (દાઢી)ને સોંપવામાં આવી છે.

તા.૧૨.૧૧.૧૭ના રોજ માંડવીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આમંત્રણ કાર્ડમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલનું નામ લખવામાં આવ્યું ન હતું. જે અંગે જિલ્લા ભાજપ મહામંત્રી સંદિપ દેસાઇએ સંગઠન પ્રભારી અને વિધાનસભા ઇનચાર્જ અશ્વિન પટેલને ફોન કરી પુછતા તેમણે જણાવ્યું કે, હું જિલ્લા પંચાયત પ્રમુખ હતો અને સુરેશભાઇ જિલ્લા ભાજપ પ્રમુખ હતા ત્યારે મારૃં નામ પણ ક્યાં લખતા હતા? જેથી બંને મહામંત્રીવચ્ચે ઉગ્ર વાતચીત થતા છેવટે અશ્વિન પટેલે કહ્યું કે, તારે જે કરવુ હોય તે કર, જેને ફરિયાદ કરવી હોય તેને કરો.

જિલ્લા ભાજપમાં ચર્ચાસ્પદ બનેલા મુદ્દા અંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલે કહ્યું કે, મારૃં નામ નથી લખાયું તે હકીકત છે. અવગણના કરતા પાર્ટીનું ખરાબ લાગે અને કાર્યકરોમાં ખોટા મેસેજ જાય છે. મોવડી મંડળને જાણ કરી હતી. સંદિપ દેસાઇએ જણાવ્યું કે, અશ્વિન પટેલ વિવેકથી વાત કરતા નથી. કાયમ વિવાદ થાય તે રીતે કામ કરે છે. અને છેવટે મોવડી મંડળ સમક્ષ ખોટી રજૂઆત થાય છે.

આમંત્રણ કાર્ડમાં સુરેશ પટેલનું નામ ન લખવાનો વિવાદ જેમના નામે ચાલી રહ્યા છે તેવા અશ્વિન પટેલે જણાવ્યું કે, એવો કોઇ ઇરાદો ન હતો. રાતોરાત નક્કી થતાં માંડવી નગરપાલિકા પ્રમુખ આશિષ ઉપાધ્યાયને કાર્ડ છપાવી દેવા સુચના આપી હતી. હું જિલ્લા પંચાયત પ્રમુખ હતો ત્યારે મારૃ નામ પણ આ લોકો છાપતા ન હતા.

જુથવાદ દર્શાવતા અનેક કિસ્સા

સુરત જિલ્લા ભાજપમાં ચાલતી આંતરિક લડાઇમાં અનેક કિસ્સા જાહેરમાં બન્યા હતા. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાંથી સભ્યપદેથી જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલના રાજીનામા અંગે બે-ત્રણ વખત વિખવાદ થયો હતો. અઢી માસ અગાઉ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલ અને જિલ્લા ભાજપના ૧૮ હોદ્દેદારોએ અશ્વિન પટેલ (દાઢી) વિરૃધ્ધ લેખિત રજૂઆત કરી હતી.

૧૫ દિવસ અગાઉ બારડોલી ખાતે સરદાર પટેલ જન્મજયંતિ કાર્યક્રમમાં જમવાના મુદ્દે અશ્વિન પટેલે તાલુકા ભાજપ પ્રમુખનું અપમાન કરવાના મામલે વિવાદ થયો હતો દરેક કિસ્સામાં કેબીનેટ મંત્રી ગણપત વસાવા અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર વિવાદ અટકાવી ભાજપમાં જુથવાદ નથી એવી પ્રદેશ ભાજપ રજૂઆત કરી દેતા હોય છે.

Post Comments