Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરત: પાટીદાર ફેક્ટર ઈફેક્ટઃ સુરતમાં સતત ત્રીજી ટર્મ સૌરાષ્ટ્રીયન મેયર

- છેક છેલ્લી ઘડીની ખેંચતાણના કારણે અનેક સમિકરણ બદલાયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 14 જૂન 2018 ગુરૂવાર

સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની પસંદગી છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ ફિલ્મ જેવી રહી હતી. છેલ્લી ઘડીની ખેંચતાણના કારણે અનેક સમિકરણ બદલાયા બાદ ફરી એક વાર મયેરની પસંદગીમાં પાટીદાર ફેક્ટર કામ કરી ગઈ છે.

સુરતના મેયર પદે સતત ત્રીજી ટર્મ સૌરાષ્ટ્રીયન મેયર જોવા મળી રહ્યાં છે. ઉપરાંત સ્થાયી સમિતિમાં પણ પહેલી વાર સીધી સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ભાજપની પુરૂષ પ્રધાન વિચારશરણીના કારણે પદાધિકારીમાં મહિલાની બાદબાકી જોવા મળી છે.

સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ અને શાસક પક્ષ નેતા સાથે સ્થાયી સમિતિની પસંદગીમાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા.

શેર બજાર અને સસ્પેન્સ ફિલ્મની જેમ પદાધિકારીઓના નામમાં અનેક ફેરફાર જોવા મળ્યા હતા. સામાન્ય સભા શરૃ થવાની ગણતરીની મીનીટ બાકી હતી ત્યારે ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ મેન્ડેટ લઈ આવ્યા હતા.

ભાજપની સંકલન બેઠકમાં તેઓએ મેયર તરીકે ડો. જગદીશ પટેલ, ડે. મેયર તરીકે નિરવ શાહ અને  સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે અનિલ ગોપલાણી ઉપરાંત દંડક પદે પહેલી વાર મહિલા દક્ષા જરીવાલાના નામની જાહેરાત કરી હતી.

આ જાહેરાત બાદ એવું કહેવાય રહ્યું છે કે, ૨૦૧૯ લોકસભા અને ૨૦૨૦ની મ્યુનિ.ની ચુંટણીને ધ્યાનમાં રાખીને પાટીદાર ફેક્ટરને સામે રાખવામા આવ્યું છે. જેના કારણે મેયરતરીકે ડો. જગદીશ પટેલની નિમણંક કરવામાં આવી છે.

અત્યાર સુધી સૌરાષ્ટ્રીયન કે સુરતીની પસંદગી સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે થતી હતી  પહેલી વાર ભાજપ સંકલનમાં જેની સુરતી તરીકે ગણતરી થઈ હતી તેવા સીધી સમાજના અનિલ ગોપલાણી પર સ્થાયી સમિતિ અધ્યક્ષનો કળશ ઢોળવામાં આવ્યો હતો.

ગોપલાણી અગાઉ બે ટર્મ કોર્પોરેટર અને  સમિતિના અધ્યક્ષ રહી ચુક્યા છે તેઓ સિનિયર હોવાથી તેમની પસંગગી થઈ છે. જ્યારે સંઘની સાથે નિકતતા ધરાવતા ગીરજા શંકર મિશ્રાને શાસક પક્ષ નેતા તરીકે રીપીટ કરવામાં આવ્યા છે.

ડેપ્યુટી મેયર તરીકે મહિલાની બાદબાકી થતાં પહેલી વાર દંડક તરીકે મહિલા અને સુરતી એવા દક્ષા જરીવાલાની પસંદગી કરવામાં આવી છે.આમ અનેક ઉતાર ચઢાવ બાદ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓના નામની જાહેરાત થતાં લાંબા સમયથી ચાલતી અટકળનો અંત આવ્યો હતો.

અનેક વાર તક ચુકેલા જગદીશ પટેલ મેયર બન્યા

સુરત મહાનગરપાલિકામાં બે ટર્મથી કોર્પોરેટર તરીકે ચુંટાતા અને શહેર ભાજપના મહામંત્રી ડો. જગદીશ પટેલ પર મેયર તરીકેની પસંદગીનો કળશ ઢોળવામા આવ્યો છે. તેઓ ચુંટાયા ત્યારથી અત્યાર સુધીની દરેક નિમણુંક અને વિધાનસભાની બેઠક દરેકમાં ડો. પટેલ રેસમાં હોય છે અને છેક છેલ્લે સુધી તેમનું નામ ચાલે પણ છે પરંતુ છેલ્લી ઘડીએ તેમનું નામ કપાય જાય છે.

આ વખતે પણ ડો.પટેલનું નામ ચાલતા તેઓ કરતાં કાંતિ ભંડેરી મેદાન મારી જાય તેવી અટકળ ચાલતી હતી પરપંતુ અત્યાર સુધીની દરેક વખતની રેસમાં પાછળ રહેલા ડો. જગદીશ પટેલ પહેલી વખત રેસમાં છેલ્લે સુધી રહ્યાં એટલું જ નહીં પરંતુ મેયર પણ બની ગયાં છે.

Keywords Patidar,Factor,Effect,

Post Comments