Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિકાસ ખોવાયો છે એટલે ભાજપ માટે બહારથી પ્રચારકો આવે છે

-વડા પ્રધાન મોદી પદની ગરીમા છોડી અશોભનિય નિવેદન કરે છેઃ જ્યોતિરાદિત્ય સિંધીયા

સુરત,તા.6 ડિસેમ્બર 2017,બુધવાર


સમગ્ર દેશમાં ચુંટણી હતી ત્યારે ગુજરાતના વિકાસ મોડલના નામે લોકો પાસે મત મંગાતા હતા પરંતુ ગુજરાતમાં વિકાસના મુદ્દાના બદલે ધર્મ અને જ્ઞાાતિનો મુદ્દો આવી ગયો છે. ગુજરાતનો વિકાસ ખોવાયો હોવાથી ભારત ભરમાંથી ભાજપના નેતાઓને ગુજરાત પ્રચાર માટે ગુજરાતમાં લાવાવમાં આવી રહ્યાં છે. ગુજરાતના વિકાસની પોલ ગુજરાતની સાડા છ કરોડની જનતા જ ખોલશે અને કોંગ્રેસ સત્તા પર આવશે તેવી વાત સુરત આવેલા કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાએ કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે આવેલા કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાએ પત્રકાર પરિષદમાં કહ્યુ ંહતું કે, ગુજરાતનો વિકાસ ખોવાઈ ગયો છે તેથી સ્થાનિક નેતાઓને બદલે ભારત ભરના મંત્રીઓ, સાંસદ અને ધારાસભ્યોની ફોજને પ્રચાર માટે ઉતારવી પડી રહી છે. 

ગુજરાતમાં વિકાસ થયો છે તેના માટે ભાજપ નહીં પરંતુ ગુજરાતની પ્રજાની મહેનતના કારણે છે.  ભાજપના રાજમાં ગુજરાતમાં અનેક નવયુવાનો, મહિલાઓ બેરોજગાર બન્યા છે. મહિલાઓને બેરોજગાર કરનાર ભાજપ હવે બેટી બચાવોની વાત કરે છે.

હવે ગુજરાતને ઉગારવાનો સમય આવી ગયો છે ગુજરાતની છ કરોડની જનતા જ ગુજરાતના વિકાસ મોડલની પોલ ખોલશે અને ગુજરાતમાં કોગ્રસનો વિજય નિશ્રિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોગ્રેસના નેતાઓ અંગે ટીપ્પણી કરે છે તે અંગે તેઓએ કહ્યું હતુંકે વડા પ્રધાનના પદની ગરીમાં મોદી છોડીને અશોભનિય નિવેદન કરી રહ્યાં છે તેઓ દેશની ગરીબમાને પણ કલંક લગાવી રહ્યા ંછે.

ગુજરાતમાં વિકાસના મુદ્દાને બાજુએ મુકીને ભાજપ હવે ધર્મ અને જ્ઞાાતિની રાજનીતિ કરવા લાગી છે. કપિલ સિબ્બલના રામ મંદિર અંગેના નિવેદન અંગે તેઓએ કહ્યું કે તે નિવેદન તેમનું અંતગ છે કોંગ્રસનું નહીં. રામ મંદિરનો મુદ્દો કોર્ટમાં છે અને કોર્ટ જે નિર્ણય કરશે તે બધાને માન્ય રહશે.

Post Comments