Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપે ગૂમ સભ્ય માટે હોબાળો કર્યો તો ચૂંટણી સ્થગિત કરવા કોંગ્રેસના ઉપવાસ

- ચીખલી તા.પં.ની ચૂંટણીમાં હાઇવોલ્ટેજ ડ્રામા

- ચૂંટણી અધિકારી દ્વારા પાંચ-પાંચ વખત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી પણ દરેક વખત નિષ્ફળતા: બે કલાક બાદ ચૂંટણી સ્થગિત કરી

ચીખલી, તા. 13 જૂન 2018, બુધવાર

ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખની અઢી વર્ષના શાસન માટેની યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં ભાજપનાં જ ચૂંટાયેલા કેટલાક સભ્યોએ પોતાનો એક ઉમેદવાર ગાયબ હોય જે બાબતે  ભારે હોબાળો મચાવતા ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત થયેલા આર.બી. ભોગાયતાએ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી દેતાં સમગ્ર ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જો કે, રોષે ભરાયેલા કોંગ્રેસીઓ ચીખલી ટી.ડી.ઓ. કચેરીમાં આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા હતા.

ચીખલી તાલુકા પંચાયતનાં પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ પ્રંત અધિકારી આર.બી. ભોગયતાના અધ્યક્ષ પદે યોજાનાર હોય ચીખલી તાલુકા પંચાયતના ચૂંટાયેલા  કુલ ૨૮ જેટલા સભ્યોમાંથી કોંગ્રેસના ૧૭ તેમજ ભાજપનાં ૧૦ સભ્યો હાજર રહ્યાં હતાં.

ચૂંટણી અધિકારી ભોગયતાએ ચૂંટણી પ્રક્રિયા શરૃ કરતા હાજર રહેલ તમામ સભ્યોની હાજરી પુરવાની પ્રક્રિયા શરૃ કરતા ભાજપના દસ સભ્યોએ તેમજ કોંગ્રેસના બે સભ્યોએ સહી કરવાનો ઇન્કાર કર્યો હતો તેમજ ભાજપનાં એક ગૂમ થયેલ સભ્યને હાજર કરો એવી  બૂમરાણ મચાવતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ખોરંભે પડી હતી. ચૂંટણી અધિકારી આર.બી. ભોગયતાએ પાંચ-પાંચ વખત ચૂંટણી પ્રક્રિયાની કામગીરી હાથ ધરી હતી પરંતુ ભાજપના ચૂંટાયેલા સભ્યોએ ગેરહાજર સભ્યને હાજર કરવા માટેની સતત જીદ પકડી રાખતા ચૂંટણી  અધિકારી પણ વિમાસણમાં મુકાઇ ગયા હતા.

તો બીજી તરફ  કોંગ્રેસના ૧૫ જેટલા સભ્યોએ પણ કોંગ્રેસના ઉમેદવારનાં સમર્થનમાં  ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની સતત માંગ ચાલુ રાખી હતી. જો કે, સતત બે કલાકની માથાકૂટ બાદ ચૂંટણી અધિકારી આર.બી. ભોગયતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી.

જો કે, કોંગ્રેસના પ્રમુખ - ઉપપ્રમુખનાં સમર્થનમાં ૧૫ જેટલા સભ્યો હોવા છતાં ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી દેતાં રોષે ભરાયેલા તાલુકા  પંચાયતનાં ચૂંટાયેલા કોંગ્રેસના ૧૫ જેટલા સભ્યો આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં જ આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા હતા.

જો કે, મોડી સાંજ સુધી કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીત, વાંસદાના અનંત ટેલ, નવસારી જિલ્લાનાં કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પટેલ કાર્યકરોની મોટી ફોજ સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કયા કારણોસર સ્થગિત કરવામાં આવી તે બાબતે ચૂંટણી અધિકારી પાસે ધસી ગયા હતાં.

હાલના ઉપપ્રમુખ અને તેની પત્નીનું કોંગ્રેસમાંથી રાજીનામું
ચીખલી તાલુકા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના બે જૂથો સામસામે આવી ગયા હતા. કોંગ્રેસમાં વકરેલી જૂથબંધીને કારણે ચીખલીનાં માજી કોંગ્રેસી ધારાસભ્ય અને વર્તમાન જિલ્લા પંચાયતનાં સદસ્ય ભારતીબેન પટેલ અને તેમના ચીખલી તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ પદે બિરાજમાન પતિ નરદેવ પટેલ મંગળવારની મોડી સાંજે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતો પત્ર જિલ્લા કોંગ્રેસ પ્રમુખને મોકલી આપતા સમગ્ર જિલ્લામાં આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. નરદેવપટેલે પણ તાલુકા પંચાયતનાં પ્રમુખપદના હોદ્દા માટે સબળ દાવેદારી નોંધાવી હતી.

ભાજપનાં ટોળાને પોલીસે તગેડયું
ચીખલી તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યો ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહ્યા હતા પરંતુ ભાજપનાં દેગામ બેઠક  ઉપરથી ચૂંટાયેલા તૃષીલ લાડ ગેરહાજર રહેતા ભાજપ સમર્થક કાર્યકરોએ તાલુકા પંચાયત કચેરી બહાર ભારે શોરબકોર મચાવ્યો હતો.

કોંગ્રેસ હાય હાય, અમારા ગૂમ કરેલા સભ્યને હાજર કરો, ચૂંટણી પ્રક્રિયા બંધ કરો એવા નારા લગાવ્યા હતાં. જો કે, ઉશ્કેરાયેલું ટોળું ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ, ભાજપ પ્રમુખ ડો. અશ્વિન પટેલની આગેવાની હેઠલ તાલુકા પંચાયત કચેરીમાં ધસી આવતા પોલીસે બળ વાપરીને બહાર કાઢ્યું હતું. એક તબક્કે કોંગ્રેસ અને ભાજપનાં કાર્યકરો સામસામે આવી ગયા હતાં.

ભાજપના હાજર સભ્યોએ સહી નહીં કરી
ચીખલી તાલુકા પંચાયતનાં પ્રમુખ-  ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રમુખપદ માટે નરેન્દ્ર ઉમેદભાઇ પટેલને અને ઉપપ્રમુખ પદ માટે અંજનાબેન યોગેશભાઇ પટેલને ઉમેદવારી કરવા માટે પ્રદેશ કોંગ્રેસે વ્હીપ આપ્યો હતો. જેના આધારે કોંગ્રેસના હાજર રહેલા૧૭ સભ્યમાંથી ૧૫ સભ્યએ ચૂંટણી અધિકારીએ આપેલા હાજરીનાં આદેશમાં હાજર હોવાની સહી કરી હતી. પરંતુ ભાજપના ૧૦ સભ્યોએ હાજર સભ્ય તરીકે હાજરીમાં સહી ન કરતા વાતાવરણ તંગ બની ગયું હતું.

ગૂમ ભાજપના સભ્યની પત્નીએ પોલીસને ગૂમની અરજી કરી છે
ચીખલી તા.પં.ના દેગામ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ગૂમ થયેલા સભ્ય તૃષીલલાડની પત્ની રીનાલાડે બુધવારે પતિ વહેલી સવારે ગૂમ થયાની એક અરજી ચીખલી પોલીસને આપી છે.

Post Comments