Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફલેટના બાના પેટે વૃધ્ધ પાસે ૧૫ લાખ લઇ બિલ્ડરે ફલેટ બીજાને વેચ્યો

-વેસુમાં આવિષ્કાર રેસીડેન્સી નામે પ્રોજેક્ટ કરનાર સંદિપ નાયક, વિજય શાહ સામે ગુનો નોંધાયો

સુરત, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

વેસુમાં ગેરકાયદેસર એપાર્ટમેન્ટ બાંધી તેનો એક ફલેટ વેસુના વૃદ્ધને રૃ।. ૩૪.૮૬ લાખમાં વેચી તે પૈકી રૃ।. ૧૫ લાખ લીધા બાદ તે જ ફલેટ અન્ય મહિલાને વેચનાર બિલ્ડર્સ પૈકી એકની ઉમરા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વેસુ એસ.ડી. જૈન સ્કૂલની પાછળ જોલી બંગલો બંગલા નં. ૯માં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા ૭૫ વર્ષીય હરજીભાઇ મોહનભાઇ પટેલે વેસુમાં આવિષ્કાર રેસીડન્સીના નામે પ્રોજેક્ટ મુકનાર આવિષ્કાર કોર્પોરેશનના ભાગીદાર સંદીપ નાયક અને વિજયભાઇ શાહ પાસે રૃ।. ૩૪.૮૬ લાખમાં બી ટાવરનો ફલેટ નં. ૧૧૦૪ વર્ષ ૨૦૧૦ની શરૃઆતમાં બુક કરાવ્યો હતો. હરજીભાઇએ તે પૈકી રૃ।. ૧૫ લાખ ચેક- રોકડેથી ચૂકવ્યા હતા. જ્યારે બાકીની રકમ દસ્તાવેજના સમયે ચૂકવવાનું નક્કી થયું હતું.

જો કે, ફલેટનો કબજો આપવામાં બિલ્ડર્સ સમય પસાર કરતા હોય હરજીભાઇએ તપાસ કરાવી તો જાણવા મળ્યું હતું કે, જે જગ્યાએ એપાર્ટમેન્ટ બનાવ્યું છે તે ગેરકાયદેસર છે અને મહાનગરપાલિકાએ કબજો ખાલી કરવાની નોટીસ આપી છે. આથી હરજીભાઇએ પોતાના ફલેટના કબજા અંગે કહેતા બિલ્ડર્સ બહાના જ કાઢતા હતા. વધુ તપાસ કરતા હરજીભાઇને જાણવા મળ્યું હતું કે,  તેમનો ફલેટ તો બિલ્ડર્સે વર્ષ ૨૦૧૩માં સંધ્યાબેન મોંઘાભાઇ દેસાઇને વેચી વેચાણ કરાર પણ લખી આપ્યો છે.

આ અંગે હરજીભાઇએ પોલીસમાં અરજી કરી હતી. અરજીના આધારે ઉમરા પોલીસે ગતરોજ બિલ્ડર્સ વિજયભાઇ શોભાભાઇ શાહ (રહે.  ઓ-૪૩૦, આશીર્વાદ પેલેસ, ઘોડદોડ રોડ, સુરત) અને સંદીપ બળવંતરાય નાયક (રહે. ડી- ૪૦, ૪૧, કિશોરપાર્ક, ન્યુ મીરાનગર સોસાયટી, ઘોડદોડ રોડ, સુરત) વિરૃદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિજય શાહની ધરપકડ કરી હતી. વધુ તપાસ પી.આઇ. જે.એન. ચાવડા કરી રહ્યાં છે.

Post Comments