Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વરાછા અને કતારગામ બેઠકના તમામ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા

સુરત, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

સુરત જિલ્લાની વિધાનસભાની ૧૬ બેઠકોમાં આવતા ૪૩૯૭ મતદાન મથકોમાંથી ૫૫ ટકા મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકોની યાદીમાં સમાવ્યા છે. જેમાં પાટીદાર મતદારો પ્રભુત્વ ધરાવતી વરાછા અને કતારગામ વિધાનસભામાં સમાવિષ્ટ તમામ મતદાન મથકો સંવેદનશીલમાં સમાવ્યા હોવાથી વિશેષ બંદોબસ્ત મુકવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહયાં છે, ત્યારે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરાઇ છે. આ યાદી પોલીસ ચૂંટણી વિભાગના અધિકારીઓ દ્વારા તૈયાર કરાતી હોય છે.

જેમાં એક જ સ્થળે ત્રણ કે તે થી વધુ મતદાન મથકો હોઇ તો તે મતદાન મથકોને સંવેદનશીલ યાદીમાં મુકી દેવાના હોય છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં ધાધલ ધમાલ થતી હોઇ તે વિસ્તારોને પણ સંવેદનશીલ યાદીમાં સમાવવામાં આવતો હોય છે.

ચૂંટણી તંત્ર દ્વારા જાહેર થયેલી સંવેદનશીલ મતદાન મથકોની યાદીમાં કુલ્લે ૪૩૯૭ માંથી ૨૨૧૧ મતદાન મથકો સંવેદનશીલયાદીમાં મુકાયા છે.જેમાં સૌથી વધુ સંવેદનશીલ કામરેજમાં ૨૮૭ અને સૌથી ઓછા મજુરામાં ૪૦ બુથો સંવેદનશીલ છે. આ ૨૨૧૧ માંથી પાટીદાર ઇફેકટવાળી પાંચ વિધાનસભા મળી કુલ્લે ૧૦૪૨ મતદાન મથકોને ક્રિટીકલ જાહેર કરાયા છે.

અને આ પાંચ વિધાનસભામાં વરાછાના તમામ ૧૯૭ અને કતારગામના તમામ ૨૮૬ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. તમામ સંવેદનશીલ મતદાન મથકો પર એક એક માઇક્રો ઓબ્ઝર્વર, સીઆરપીએફ, રેપીડ એકશન ફોર્સ સ્થાનિક પોલીસ , હોમગાર્ડ અને એસઆરપીનો કાફલો તૈનાત રહેશે.

પાટીદાર ઇફેકટવાળી વિધાનસભાના સંવેદનશીલ મતદાન મથકો

વિધાનસભા    કુલ બુથ       સંવેદનશીલ બુથ

કામરેજ        ૪૭૮   ૨૮૭

ઉતર   ૧૬૧   ૧૦૪

વરાછા ૧૯૭   ૧૯૭

કરંજ   ૧૭૬   ૧૬૮

કતારગામ     ૨૮૬   ૨૮૬

અન્ય બેઠકના મથકો

ઓલપાડ ૧૨૧, માંગરોળ, ૧૦૧, માંડવી ૫૮, સુરત પૂર્વ ૮૪,

લિંબાયત ૨૩૪, ઉધના ૧૪૬, મજુરા ૪૦, પશ્રિમ ૫૯,

ચોયાર્સી ૧૩૫, બારડોલી ૧૦૯, મહુવા ૮૨

Post Comments